શું ખરેખર ઓબામા નરેન્દ્ર મોદીની શપથવિધિ જોઈ રહ્યા હતા…? જાણો શું છે સત્ય……..

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

Kapil Sharma નામના ફેસબુક યુઝર દ્વારા We Support RSS નામના ફેસબુક પેજ પર તારીખ 30 મે 2019ના  એક પોસ્ટ શેર કરી હતી, ये है मोदी की ताकत अमेरिका मे ओबामा शपथग्रहण समारोह को सून रहा है શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી ફોટો પર 1800 લોકોએ તેમના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 6 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 187 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બરાક ઓબામાએ મોદીની શપથ વિધિ નિહાળી હતી.

FB MAIN PAGE FOR ARCHIVE.png

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે યાન્ડેક્ષ રિવર્સ ઈમેજ ના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

પરિણામમાં અમને “Evilbloggerlady” નાના એખ બ્લોગની લિંક મળી હતી, આ સાઈટ પર અમને એક ટ્વિટ મળ્યુ હતુ, જેમાં એક ફોટો શેર કરવામાં આવી હતી. આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE BLOG | ARCHIVE TWEET

અમેરિકાના ફોટોગ્રાફર ડગ મિલ્સ દ્વારા 26 જૂન 2014ના કરવામાં આવેલા ટ્વિટ પર લખવામાં આવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ બરાક ઓબામા એર ફોર્સ વનથી મિનિયાપોલિસ જતા હતા ત્યારે અમેરિકા અને જર્મની વચ્ચેનો વિશ્વ કપ ફુટબોલ મેચ નિહાળી હતી.

ત્યારબાદ અમને ‘dailymailUK’ દ્વારા તા. 26 જૂન 2014ના શેર કરવામાં આવેલી લિંક મળી હતી, જેમાં પણ આ પ્રકારની જ બીજી ફોટો મળી હતી. ટીવી સ્ક્રિન પર ફૂટબોલ મેચ ચાલુ હતી અને ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટો અને daily mailની તસ્વીરમાં ઘણી સમાનતાઓ હતી. ફોટોના શીર્ષકમાં લખ્યુ હતુ કે એર ફોર્સ વન થી મિનેસોતા જતી વેળાએ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વાઈટ હાઉસના વરિષ્ઠ સલાહકારવેલેરી જરેટ સાથે અમેરિકા અને જર્મની વચ્ચેની વિશ્વ કપ ફૂટબોલ મેચ નિહાળી હતી.

Archive

વધુમાં અમને ‘Buzz Feed.News’ દ્રારા 26 જૂન 2014ના પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર અમને મળ્યા હતા. આ સમાચારની હેડલાઈનમાં લખવામાં આવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ ઓબામાએ ફૂટબોલ મેચ જોવા માટે રેસ્ટ ઓફ હ્યુમૈનિટીની જેમ લાંબા સમય સુધી બપોરનું જમવાનુ લીધુ હતુ. નીચે એક ફોટો આપવામાં આવેલી છે. જેનુ ક્રેડિટ ‘માર્ટિનેજ મોસિવિજ/Associated Press’ આપવામાં આવ્યુ હતુ. ફોટો કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, જર્મની દ્વારા અમેરિકાને 1-0 થી પરાજીત કરવામાં આવ્યુ છે. વિશ્વકપ ફુટબોલનો મેચ જોતી વેળાએ રાષ્ટ્રપતિ બરાક ઓબામા વાઈટ હાઉસના વરિષ્ઠ સલાહકાર જરેટ વડેન પિફર.

ARCHIVE

ત્યારબાદ અમે ગૂગલ પર president obama watches us vs germany football match લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા,

પરિણામમાં અમને ‘Independent’ દ્વારા 27 જૂન 2014ના પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર મળ્યા હતા, આ ફોટોની હૈડલાઈનમાં લખવામાં આવેલુ હતુ કે, બરાક ઓબામાએ જમીનથી 40 હજાર ફૂટ ઉચ્ચાઈ પર એર ફોર્સ વન હવાઈ જહાજમાં વિશ્વકપનો એ ફૂટબોલ મેચ જોયો હતો. જેમાં જર્મનીએ અમેરિકાને હરાવ્યુ હતુ.

ARCHIVE

આ સિવાય અમને ‘NBC NEWS’ દ્વારા 26 જૂન 2014ના પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર મળ્યા હતા, આ સમાચારની હેડલાઈનમાં લખવામાં આવ્યુ હતુ કે, ઓબામાએ એર વન હવાઈ જહાજમાં અમેરિકા અને જર્મની વચ્ચેનો વિશ્વકપ ફૂટબોલ મેચ નિહાળ્યો હતો, ફોટોની ક્રેડિટ લૈરી ડાઉનિંગ/રાયટર્સને આપવામાં આવે છે.

ARCHIVE

યાંડેક્સ સર્ચથી અમને ‘shitpostbot’ ની એક લિંક મળી હતી, આ લિંકમાં ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટો હતી, આ ફોટોમાં ટીવી સ્ક્રીનને કોરી કરી દેવામાં આવી હતી. જો કે, ફોટોમાં અન્ય વસ્તુઓ ત્યાની ત્યાની જ છે. આ એક ટેમ્પલેટની રીતે ઉપયોગ કરવા તૈયાર કરવામાં આવ્યુ હતુ.  ટીવી પર ઈચ્છા પડે એ ફોટો લગાડી દ્યો અને કરી દ્યો વાયરલ. એવુ લાગે છે કે, આ લિંકનો ઉપયોગ કરીને જ ટીવી પર ફુટબોલ મેચની બદલે મોદીના શપથગ્રહણના કાર્યક્રમનો ફોટો મુકી ખોટી હેડિંગ કરી શેર કરવામાં આવ્યો હતો.

ARCHIVE

ઉપરોક્ત સંશોધન પર એ સાબિત થઈ ગયુ હતુ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને નથી નિહાળી રહ્યા. પરંતુ અમેરિકા-જર્મની વચ્ચેના ફૂટબોલ મેચને નિહાળી રહ્યા હતા, તેમજ ફોટો પાંચ વર્ષ પહેલાની એટલે કે 26 જૂન 2014ની છે. બંને ફોટોની તુલના તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, અમેરિકા ના પુર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારોહ નહિ પરંતુ અમેરિકા અને જર્મનીના વિશ્વકપની મેચ નિહાળી રહ્યા હતા.

Avatar

Title:શું ખરેખર ઓબામા નરેન્દ્ર મોદીની શપથવિધિ જોઈ રહ્યા હતા…? જાણો શું છે સત્ય……..

Fact Check By: Frany Karia 

Result: False