આજ તક ન્યૂઝ ચેનલનો સ્ક્રીનશોટ ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Coronavirus False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Sahir Khan Pathan નામના ફેસબુક યુઝર દ્વારા 5 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, આમને કોક તો સમજાવો 135 કરોડ દેશ નિ સંખ્યા છે અને 160 કરોડ મજદૂર ને કોરોના સનકટ👇👇👇. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ભારત દેશની વસ્તી 135 કરોડ છે તો આજ તક દ્વારા 160 કરોડ મજૂરો પર કોરોના સંકટ હોવાનું દર્શાવવામાં આવ્યું. આ પોસ્ટને 42 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 5 લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.05.06-17_21_42.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આજ તક ન્યૂઝ ચેનલ દ્વારા ભારત દેશની વસ્તી 135 કરોડ છે અને સમાચારમાં 160 કરોડ મજૂરો પર કોરોના સંકટ હોવાનું દર્શાવવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને Aaj Tak દ્વારા 30 એપ્રિલ, 2020 ના રોજ યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવેલા એક વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં 8 મિનિટ 32 સેકન્ડે તમે આજ ફોટોને જોઈ શકો છો. જ્યાં એવી માહિતી આપવામાં આવી છે કે, કોરોનાને કારણે દુનિયાભરમાં અસંગઠિત ક્ષેત્રના 160 કરોડ કામદારોની રોજી પર સંકટ ઉભું થયું છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ તક ન્યૂઝ ચેનલના ફોટો સાથે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. આજ તક ન્યૂઝ ચેનલ દ્વારા ભારતના નહીં પરંતુ દુનિયાભરના 160 કરોડ કામદારો પર કોરોનાનું સંકટ હોવાનું જણાવવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ તક ન્યૂઝ ચેનલના ફોટો સાથે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. આજ તક ન્યૂઝ ચેનલ દ્વારા ભારતના નહીં પરંતુ દુનિયાભરના 160 કરોડ કામદારો પર કોરોનાનું સંકટ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:આજ તક ન્યૂઝ ચેનલનો સ્ક્રીનશોટ ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False