શું ખરેખર તિરુપતિ મંદિરમાં રવિવારે થશે ચર્ચ પ્રેયર…? જાણો સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Vidhi Sharma ‎નામના ફેસબુક યુઝર દ્વારા 17 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, अब तिरुपति मंदिर में रविवार को चर्च प्रेयर होगी और तिरुपति की आय अल्पसंखयकों के धर्म विकास हेतु बांटी जाएगी — CM रेड्डी ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 218 લોકોએ લાઈક કરી હતી. 30 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 63 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.06.24-14-46-01.png

Facebook PostArchive | Photo Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી દ્વારા તિરુપતિ મંદિરમાં રવિવારે ચર્ચ પ્રેયર થશે એવું કહેવામાં આવ્યું હશે એ વાત માન્યામાં આવતી ન હોવાથી પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ તિરુપતિ મંદિરમાં રવિવારે ચર્ચ પ્રેયર થશે સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.24-15-02-19.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે યુટ્યુબનો સહારો લીધો હતો અને तिरुपति मंदिर में रविवार को होगी चर्च प्रेयर સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.youtube.com-2019.06.24-15-07-24.png

Archive

ઉપરના પરિણામોમાં પણ અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમને Dainik Bhaskar Hindi દ્વારા 20 જૂન, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને ખોટો સાબિત કરવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

વધુમાં અમે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ.જગનમોહન રેડ્ડીના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટ શોધવાની કોશિશ કરી હતી. તો અમને આ બંને એકાઉન્ટ પ્રાપ્ત થયા હતા અને આ બંને પર ધ્યાનથી તપાસ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2019.06.24-15-18-21.png

Achive

screenshot-twitter.com-2019.06.24-15-23-13.png

https://twitter.com/ysjagan/header_photo

Archive

ઉપરોક્ત પરિણામોમાં પણ અમને ક્યાંય પણ જગનમોહન રેડ્ડી દ્વારા આ પ્રકારનું કોઈ નિવેદન આપવામાં આવ્યું હોય એવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અમારી વધુ તપાસમાં અમને તિરુપતિ મંદિરની ઓફિશિયલ વેબસાઈટ પ્રાપ્ત થઈ હતી. જેનો અભ્યાસ કરતાં અમને માલૂમ પડ્યું કે, આ વેબસાઈટ પર ‘News and Events’ ની અંદર ‘TTD News’ વિભાગ આવેલો છે.

image3.jpg

‘TTD News’ તિરુપતિ મંદિરને લગતા તમામ સમાચાર મૂકવામાં આવેતા હોય છે. પરંતુ આ વિભાગમાં પણ અમને પોસ્ટમાં કરાયેલા દાવા મુજબની કોઈ માહિતી મળી ન હતી. આ માહિતી તમે નીચે જોઈ શકો છો.

screenshot-news.tirumala.org-2019.06.24-15-38-35.png

Archive

હવે જો ખરેખર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા આ પ્રકારનું કોઈ નિવેદન આપવામાં આવ્યું હોત તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને મીડિયા માધ્યમો દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત પરંતુ અમારા તમામ સંશોધનમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. કેટલાક ઠગબાજો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા માટે  પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી દ્વારા તિરુપતિ મંદિરમાં રવિવારે ચર્ચ પ્રેયર થશે એવું કોઈ જ નિવેદન અત્યાર સુધી આપવામાં આવ્યું નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર તિરુપતિ મંદિરમાં રવિવારે થશે ચર્ચ પ્રેયર…? જાણો સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False