
હાલ સોશિયલ મિડિયામાં દિલ્હી સરકારની સહાય યોજનાની જાહેરાત કરનારી એક હિન્દી ન્યુઝ પેપરની એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં હેડરની બાજુના ઉપરના જમણા ખૂણામાં મુસ્લિમ શબ્દ જોવા મળે છે. તેના આધારે એવી છાપ ઉભી કરવામાં આવી રહી છે કે સરકાર ફક્ત મુસ્લિમ પીડિતોને નાણાકીય સહાય આપી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ સરકાર ફક્ત દિલ્હીના દંગામાં ભોગ બનેલા મુસ્લિમ લોકોને જ નાણાકીય સહાય પૂરી પાડે છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં મુસ્લિમ શબ્દ પાછળથી એડિટ કરવામાં આવ્યો છે. મુળ પોસ્ટમાં ક્યાંય પણ મુસ્લિમ શબ્દ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Himmat Kanani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અરવિંદ કેજરીવાલ સરકાર ફક્ત દિલ્હીના દંગામાં ભોગ બનેલા મુસ્લિમ લોકોને જ નાણાકીય સહાય પૂરી પાડે છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે દિલ્હી સરકારની આ સહાય અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને આમ આદમી પાર્ટીના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ માહિતી પ્રાપ્ત થઈ હતી.
29 ફેબ્રુઆરી 2020 ના રોજ આ પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, “દંગા પીડિતોને દિલ્હી સરકાર દ્વારા ચૂકવણી કરવામાં આવતા વળતરની વિગતોનો ઉલ્લેખ છે. જો તમને કોઇ દંગા પીડિતોની ખબર હોય તો તેમની સાથે આ માહિતી શેર કરો. માનવતા કરતા મોટો કોઈ ધર્મ નથી.”
આમ આદમી પાર્ટી દ્વારા પોસ્ટ કરેલી ફોટોમાં આપણે જોઈ શકીએ છીએ કે “મુસ્લિમ” શબ્દ છે જ નહિં. વાયરલ પોસ્ટમાં તેને ડિજિટલ રીતે ઉમેરી અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, દંગા પીડિતો માટેની સહાય કોઈ ખાસ સમુદાય માટે વિશિષ્ટ નથી.
નીચે તમે સોશિયલ મીડિયામાં વાયરલ ફોટો અને AAP દ્વારા પોસ્ટ કરાયેલ પોસ્ટરની મૂળ પોસ્ટ વચ્ચેની તુલનાત્મક ફોટો જોઈ શકો છો. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે 27 ફેબ્રુઆરી 2020ના આ સહાય યોજનાની ઘોષણા કરી હતી, જેમાં દિલ્હી હિંસા દરમિયાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારોને 10 લાખ રૂપિયા આપવાનો સમાવેશ થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં મુસ્લિમ શબ્દ પાછળથી એડિટ કરવામાં આવ્યો છે. મુળ પોસ્ટમાં ક્યાંય પણ મુસ્લિમ શબ્દ નથી.

Title:દિલ્હી સરકારની મદદના પોસ્ટરમાં એડિટ કરી અને મુસ્લિમ ઉમેરવામાં આવ્યું….
Fact Check By: Yogesh KariaResult: False
