શું ખરેખર નશાની હાલતમાં પોલીસકર્મીનો આ વીડિયો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછીનો છે…? જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર નશાની હાલતમાં પંજાબના પોલીસ કર્મચારીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નશાની હાલતમાં દેખાઈ રહેલા પંજાબ પોલીસ કર્મચારીનો આ વીડિયો તાજેતરમાં પંજાબમાં આમ આદમીની સરકાર બન્યા પછીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નશાની હાલતમાં પંજાબના પોલીસ કર્મચારીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2017 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને પંજાબમાં બનેલી આમ આદમી પાર્ટીની સરકાર સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ભોજાબાપા ભરાડી નામના ફેસબુક યુઝર દ્વારા 9 માર્ચ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, પંજાબમાં ટીપું ટીપું ની અસર વર્તાવા લાગી હો નવી સરકાર નું કામકાજ જમીન ઉપર દેખાવા લાયગુ હો. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નશાની હાલતમાં દેખાઈ રહેલા પંજાબ પોલીસ કર્મચારીનો આ વીડિયો તાજેતરમાં પંજાબમાં આમ આદમીની સરકાર બન્યા પછીનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 3 ડિસેમ્બર, 2021 ના રોજ newsnationtv.com દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પંજાબ પોલીસનો કર્મચારી નશાની હાલતમાં લથડિયા ખાઈ રહ્યો હતો ત્યારે જ કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનો વીડિયો ઉતારી સોસિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો Daily Post India દ્વારા તેના યુટ્યુબ પર પણ વર્ષ 2017 માં અપલોડ કરવામાં આવ્યો હતો.

Archive

આજ વીડિયો અમને અન્ય જગ્યાએ પણ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જે તમે અહીં જોઈ શકો છો. Shiba Pigeon’s | SPORTSQUARTERINDIA

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં નશાની હાલતમાં પંજાબના પોલીસ કર્મચારીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2017 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ વીડિયોને પંજાબમાં બનેલી આમ આદમી પાર્ટીની સરકાર સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર નશાની હાલતમાં પોલીસકર્મીનો આ વીડિયો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછીનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context