હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ વિશે ભ્રામક દાવો વાયરલ...જાણો શું છે સત્ય....
હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હિમાલય કંપનીની ઘણી પ્રોડક્ટ સાથે ઉભેલો એક માણસ આ ફોટોમાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં દેખાતી વ્યક્તિ હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ છે. તે તેની કમાણીનો 10% જેહાદીઓને આપે છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટમાં જોવા મળતા વ્યક્તિ હિમાલય કંપનીના રિટાયર સીઇઓ ફિલિપ હેડન છે. સોશિયલ મિડિયા પર કંપનીના સ્થાપક મોહમ્મદ મેણાલ વિશે ખોટા દાવા સાથે માહિતીઓ શેર કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Jitesh Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફોટોમાં દેખાતી વ્યક્તિ હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ છે. તે તેની કમાણીનો 10% જેહાદીઓને આપે છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈકોનોમિક ટાઇમ્સનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે વર્ષ 2016માં પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ લેખ મુજબ, વાયરલ ફોટો મધર કેર સેગમેન્ટના નવા પ્રોડક્ટ લોંચ દરમિયાન લેવામાં આવી હતી. તસવીરમાં દેખાતા માણસ હિમાલયના સ્થાપક મોહમ્મદ મેનાલ નથી પરંતુ ફિલિપ હેડન છે. જે હિમાલય કંપનીના સીઈઓ છે.
તેમજ ગૂગલ પર સર્ચ કરતા અમને ફિલિપ હેડનનું LinkedIn એકાઉન્ટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, તેઓ હિમાલય ડ્રગ કંપનીના સીઈઓ પદ 1980 – 2020 સુધી રહ્યા બાદ રિટાયર થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમે હિમાલયના સ્થાપકોની શોધ કરતા અમને જાણવા મળ્યુ હત કે આ કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ નહીં પરંતુ મોહમ્મલ મણાલ છે. કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, મણાલે 1930માં ઉત્તરાખંડના દહેરાદૂનમાં હિમાલયની સ્થાપના કરી હતી. જ્યારે વર્ષ 1986માં જ મોહમ્મલ મણાલનું અવસાન થયું હતુ.
તેમજ અમારી પડતાલ દરમિયાન અમને હિમાલય કંપનીનું એક ટ્વીટ પણ મળ્યું. જેમાં કંપનીએ ઘણા દાવાઓને અફવાઓ ગણાવી છે જે ભૂતકાળમાં વાયરલ થયા છે અને તેમના પર વિશ્વાસ ન કરવા કહ્યું છે.
આ પહેલા પણ હિમાલય કંપનીને લઈ અફવાઓ ફેલાઈ રહી હતી. જેની પડતાલ પણ ફેક્ટક્રેસન્ડો ગુજરાતી દ્વારા કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જોવા મળતા વ્યક્તિ હિમાલય કંપનીના રિટાયર સીઇઓ ફિલિપ હેડન છે. સોશિયલ મિડિયા પર કંપનીના સ્થાપક મોહમ્મદ મેણાલ વિશે ખોટા દાવા સાથે માહિતીઓ શેર કરવામાં આવી રહી છે.
Title:હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ વિશે ભ્રામક દાવો વાયરલ...
Fact Check By: Yogesh KariaResult: False