શું ખરેખર પૌત્રીને ખબર ન હતી કે તેના દાદી વૃધ્ધાશ્રમમાં રહેવા ગયા છે, તેના માતા-પિતાએ ખોટી બોલ્યુ હતુ…?

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Gujarati bol balaનામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 30 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, પોસ્ટમાં એક ફોટો શેર કરવામાં આવ્યો હતો, અને જેમાં લખવામાં આવ્યુ હતુ કે,રૂંવાડા ઊભા કરે એવી ઘટના 14 વર્ષની દીકરી એની સ્કૂલ-ટ્રીપમાં વૃધ્ધાશ્રમ ગઈ અને એને ત્યાં એના દાદી મળ્યા, (માતા-પિતાએ એવું કહ્યું હતું કે એ કોઈ સગાને ત્યાં છે)’શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 771 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા, તેમજ 14 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 251 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, આ વૃધ્ધાને તેનો પરિવાર વૃધ્ધાશ્રમમાં મુકી આવ્યો હતો, તેમજ તેની પૌત્રીને તેના માતા-પિતાએ એમ કહ્યુ હતુ કે, દાદી તેના સંબધીને ત્યા રહેવા ગયા છે. 

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોને શોધવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટમાં જે ફોટો શેર કરવામાં આવ્યો છે. તે વર્ષ 2007નો અમદાવાદનો છે. તે સમયના દિવ્ય ભાસ્કરની ફોટોગ્રાફર કલ્પિત ભચેચ દ્વારા આ ફોટો લેવામાં આવ્યો હતો. આ ફોટો આજ થી એક વર્ષ પહેલા પણ વાયરલ થયો હતો. તે સમયે બીબીસી હિન્દી દ્વારા આ દાદી-પૌત્રી અને ફોટોગ્રાફર કલ્પિત ભચેચ સાથે ફેસબુક લાઈવ કરવામાં આવ્યુ હતુ, ઈન્ટરવ્યુ રૂપે કરવામાં આવેલા આ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવી રહ્યા છે. કે તે સમયે પણ તે પોતાની ઈચ્છાએ વૃધ્ધાશ્રમમાં ગયા હતા અને હાલ પણ અમદાવાદમાં આવેલા ઘોડાસર વિસ્તારમાં આવેલા વૃધ્ધાશ્રમમાં રહે છે. આ ઈન્ટરવ્યુ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ZEE24 TAAS દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

આમ, અમારી પડતાલમાં એ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ હક્કીત સાચી સાબિત થતી નથી. આ વૃધ્ધા તેમની ઈચ્છાથી વૃધ્ધાશ્રમમાં રહેવા ગયા હતા. તેમજ તેમની પૌત્રીને અગાઉથી જ ખબર હતી કે, તેમના દાદી વૃધ્ધાશ્રમમાં છે. તેમની પૌત્રીને તેના માતા-પિતા દ્વારા ક્યારેય નથી જણાવવામાં આવ્યુ કે, તેના દાદી સંબંધીતને ત્યા રહેવા ગયા છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની હકીક્ત ક્યાંય પણ સાબિત થતી નથી. આ વૃધ્ધા તેમની ઈચ્છાથી વૃધ્ધાશ્રમમાં રહેવા ગયા હતા.

Avatar

Title:શું ખરેખર પૌત્રીને ખબર ન હતી કે તેના દાદી વૃધ્ધાશ્રમમાં રહેવા ગયા છે, તેના માતા-પિતાએ ખોટી બોલ્યુ હતુ…?

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •