શું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Thakor Ankit નામના ફેસબુક યુઝર દ્વારા 13 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈન્ફોસિસ ના સ્થાપક ના પત્ની સુધા મૂર્તિ દર વર્ષે અહંકારથી મુક્તિ મેળવવા માટે એક દિવસ શાકભાજી વેચવામાં વિતાવે છે. કોઈ પૈસાને કેવી રીતે તેના મૂલ્યો બદલવા દેતું નથી. આપણે ત્યાં તો નેતાઓ ની પત્નીઓ પતિ ની ટર્મ પુરી થાય તોય ગાડી પરથી નેતા નું સ્ટીકર બીજા 10 વર્ષ લગડી રોફ જમાવે છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ઈન્ફોસિસ કંપનીના સ્થાપકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ મેળવવા માટે દર વર્ષે એક દિવસ શાકભાજી વેચે છે. આ પોસ્ટને 84 લોકોએ લાઈક કરી હતી. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.09.28-22_51_19.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર ઈન્ફોસિસ કંપનીના સ્થાપકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ મેળવવા માટે દર વર્ષે એક દિવસ શાકભાજી વેચે છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને bangaloremirror.indiatimes.com દ્વારા 27 ઓક્ટોમ્બર, 2013 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. જેમાં ઈન્ફોસિસના સ્થાપકના પત્ની સુધામૂર્તિ દ્વારા કરવામાં આવતા સેવા કાર્યો અને દાન વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ તેઓ બેંગ્લોરના જયાનગર ખાતે આવેલા રાઘવેન્દ્ર સ્વામી મંદિરમાં દર વર્ષે ત્રણ દિવસ માટે નિસ્વાર્થ ભાવે સેવાકાર્યો માટે હાજરી આપે છે. જેમાં તેઓ રસોઈ, શાકભાજી, મંદિરની સફાઈ જેવા અનેક સેવાકાર્યો કરે છે.

image2.png

Archive

અમારી વધુ તપાસમાં અમને kannada.oneindia.com  દ્વારા 22 ઓગષ્ટ, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટોને તમે જોઈ શકો છો. તેમજ તેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, સુધામૂર્તિ બેંગ્લોરના મંદિરમાં ત્રણ દિવસ માટે સેવા આપવા આવે છે. જ્યાં તેઓ રસોઈ, શાકભાજી તેમજ મંદિરે આવેલા લોકોના બુટ-ચંપલ વ્યવસ્થિત મૂકવા જેવા સેવાકાર્યો કરે છે. 

ત્યાર બાદ વધુ તપાસમાં અમને ઇકોનોમિક ટાઈમ્સના વરિષ્ટ સંપાદિકા Chandra R. Srikanth દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 13 સપ્ટેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. ટ્વિટર પર એક યુઝર દ્વારા સુધામૂર્તિ વર્ષમાં એક વાર ખરેખર આ રીતે અહંકારથી મુક્તિ માટે શાકભાજી વેચે છે એની માહિતી જાણવા માટે અપીલ કરવામાં આવી હતી. જેના જવાબમાં તેમણે એવું જણાવ્યું હતું કે, તેઓએ સુધામૂર્તિ સાકભાજી વેચતા હોવાની માહિતીને ખોટી ગણાવી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સુધામૂર્તિનો આ ફોટો જયાનગરના રાઘવેન્દ્ર સ્વામી મંદિર ખાતે કરવામાં આવતા સેવાકાર્યનો એક ભાગ છે. આ ફોટો તાજેતરનો નહીં પરંતુ જૂનો છે.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુધામૂર્તિ વર્ષમાં એકવાર અહંકારમાંથી મુક્તિ માટે શાકભાજી વેચી રહ્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે. તેઓ બેંગ્લોરના જયાનગર ખાતે આવેલા રાઘવેન્દ્ર સ્વામી મંદિરમાં દર વર્ષે ત્રણ દિવસ માટે નિસ્વાર્થ ભાવે સેવાકાર્યો માટે હાજરી આપે છે. જેમાં તેઓ રસોઈ, શાકભાજી, મંદિરની સફાઈ જેવા અનેક સેવાકાર્યો કરે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુધામૂર્તિ વર્ષમાં એકવાર અહંકારમાંથી મુક્તિ માટે શાકભાજી વેચી રહ્યા હોવાની માહિતી તદ્દન ખોટી છે. તેઓ બેંગ્લોરના જયાનગર ખાતે આવેલા રાઘવેન્દ્ર સ્વામી મંદિરમાં દર વર્ષે ત્રણ દિવસ માટે નિસ્વાર્થ ભાવે સેવાકાર્યો માટે હાજરી આપે છે. જેમાં તેઓ રસોઈ, શાકભાજી, મંદિરની સફાઈ જેવા અનેક સેવાકાર્યો કરે છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ઈન્ફોસિસના માલિકના પત્ની સુધા મૂર્તિ અહંકારથી મુક્તિ માટે વર્ષમાં એકવાર શાકભાજી વેચે છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False