હાર્દિક પટેલે આ વખતે ભાજપને પાડી દેવાની વાત કરી… જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા હાર્દિક પટેલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા હાર્દિક પટેલ પણ હવે ભારતીય જનતા પાર્ટીને પાડી દેવાનું કહી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 નો છે. જ્યારે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન વખતે સુરત ખાતે લોકો પાસે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપવાની શપથ લેવડાવવામાં આવી હતી. આ વીડિયોને ગુજરાતની તાજેતરની ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

જીવા બાપા  નામના ફેસબુક યુઝર દ્વારા 20 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હવે તો હાર્દીક ભઈ પણ કહી રહ્યા સે………. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતા હાર્દિક પટેલ પણ હવે ભારતીય જનતા પાર્ટીને પાડી દેવાનું કહી રહ્યા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો હાર્દિક પટેલ દ્વારા તેના સત્તાવાર ફેસબુક પેજ પર 3 ડિસેમ્બર, 2017 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતા. જેમાં 1.38.25 મિનિટ પછી હાર્દિક પટેલ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સુરત ખાતે અનામત આંદોલન સમયે લોકો પાસે ભાજપને વોટ ન આપવા તેમજ તેને પાડી દેવાની શપથ લેવડાવી રહ્યા છે.

અમારી વધુ તપાસમાં અમને અમને આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. VTV Gujarati | khabarchhe.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 નો છે. જ્યારે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન વખતે સુરત ખાતે લોકો પાસે ભારતીય જનતા પાર્ટીને વોટ નહીં આપવાની શપથ લેવડાવવામાં આવી હતી. આ વીડિયોને ગુજરાતની તાજેતરની ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:હાર્દિક પટેલે આ વખતે ભાજપને પાડી દેવાની વાત કરી… જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context

Leave a Reply