વાયરલ વીડિયોમાં દેખાતી મહિલા ભજન ગાયિકા ગીતાંજલિ રાય છે. જેના વીડિયોને ખોટા દાવા સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.

ભજન ગાતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કૃષ્ણનું ભજન ગાય રહેલી આ મહિલાનું નામ પરવેજ મુસ્તફા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કૃષ્ણનું ભજન ગાય રહેલી આ મહિલાનું નામ પરવેજ મુસ્તફા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા, આ પરિણામ પરથી અમને 14 એપ્રિલ 2013ના રોજ ગીતાંજલિ રાય નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવેલી હતી કે, “વીડિયોમાં હાજર મહિલાનું નામ ગીતાંજલિ રાય છે.

તપાસને આગળ વધારતા, અમે ગૂગલ પર ગીતાંજલિ રાય વિશે સંબંધિત કીવર્ડ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન અમને તેમની સત્તાવાર વેબસાઇટની લિંક મળી. વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ગીતાંજલિ રાય એક પ્રેરક વક્તા, ગઝલ ગાયક અને લાઈફ કોચ છે.

તેમજ શોધ દરમિયાન અમને ગીતાંજલિ રાયના સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ મળ્યા. આ જ માહિતી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળતી ગાયકાનું નામ ગીતાજંલિ રાય છે. પરવેજ મુસ્તફા હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ભજન ગાયિકા ગીતાજંલી રાયના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False