શું ખરેખર મેંગ્લોરમાં ખોદકામ દરમિયાન સોનાના ચરુ મળી આવ્યા…? જાણો શું છે સત્ય…

આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

આ વિડિયો મંનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. મેંગ્લોર સાથે તેને ખોટા દાવા સાથે જોડવામાં આવી રહ્યો છે. આ વિડિયો ભારત બહારનો છે.

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમા એક જમીનની અંદરથી ખોદકામ દરમિયાન એક સોનાના દાગિના ભરેલો ઘળો જોવા નીકળતો જોવાય છે અને તેની અંદર એક જીવીત સાપ પણ જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મેંગ્લોરમાં ખોદકામ દરમિયાન સોનાનો ચરૂ મળી આવ્યો તેનો આ વિડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bavishi Mataji Temple Bavishi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મેંગ્લોરમાં ખોદકામ દરમિયાન સોનાનો ચરૂ મળી આવ્યો તેનો આ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે વિડિયોને ધ્યાનથી જોયો તો તેમા નીચે Hazine avcisi લખેલુ જોવા મળ્યુ હતુ. 

જેમાં 17 ઓક્ટોબર 2022ના ઓરિજનલ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ Hazine avcisi ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 16 જૂલાઈ 2022ના ઓરિજનલ અને લાંબો અને સંપૂર્ણ વિડિયો પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વિડિયોના વર્ણનમાં માહિતી આપવામાં આવી હતી કે, જો તમે તુર્કીમાં રહો છો તો હું પસંદ કરું છું કે તમે આ વાંચો અને નિયમોનું પાલન કરો. જેઓ પરવાનગી વિના સંશોધન, ખોદકામ અને અવાજ કરે છે તેઓને સાંસ્કૃતિક અને કુદરતી સંપત્તિના સંરક્ષણ અંગેના કાયદા નંબર 5879 ની કલમ 74 ની જોગવાઈ અનુસાર શિક્ષા કરવામાં આવશે. આ જોગવાઈ અનુસાર, કોઈપણ વ્યક્તિ જે સાંસ્કૃતિક સંપત્તિ શોધવા માટે પરવાનગી વિના ખોદકામ કરે છે અથવા કવાયત કરે છે તેને બે થી પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવે છે. તેમજ આ તમામ વિડિયો કાલ્પનિક છે. વિડિયોની ધ્યેય લોકોનું મનોરંજન કરવાનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભારતના મેંગ્લોરનો હોવાની વાત તદ્દન ખોટી છે. આ વિડિયો તુર્કીનો છે અને મંનોરંજન માટે બનાવવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યુ હતુ.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર મેંગ્લોરમાં ખોદકામ દરમિયાન સોનાનો ઘળો મળી આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False