હાલમાં અફઘાનિસ્તાન પર તાલિબાન દ્વારા કબજો કરવામાં આવ્યો છે, જેના કારણે સોશિયલ મિડિયામાં ઘણા વિડિયો અને ફોટો શેર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં ઘણા લોકો બંદૂકો સાથે ઉભા જોઈ શકાય છે અને આ લોકો એક મહિલાને બંદૂકથી ગોળી મારીને નિર્દયતાથી મારી નાખે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલના અફઘાનિસ્તાનનો છે, જ્યાં એક મહિલાને તાલિબાનોએ ગોળી મારી દીધી હતી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વાયરલ થઈ રહેલો આ વિડિયો વર્ષ 2015નો છે જ્યારે અલ-કાયદાના માણસોએ સિરિયામાં વ્યભિચારના આરોપમાં એક મહિલાની ગોળી મારીને હત્યા કરી હતી. આ વિડિયોને વર્તમાન, અફઘાનિસ્તાન અને તાલિબાન સાથે કોઈ લેવાદેવા નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Prakash Parghi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયો હાલના અફઘાનિસ્તાનનો છે, જ્યાં એક મહિલાને તાલિબાનોએ ગોળી મારી દીધી હતી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 16 જાન્યુઆરી 2015ના રોજ ધ ટાઈમ્સ દ્વારા પ્રકાશિત થયેલ અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં વાયરલ વિડિયોની ફોટો મળી હતી. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સીરિયામાં એક મહિલાને શેરીની વચ્ચે અલ-કાયદાના માણસોએ ગોળી મારીને હત્યા કરી હતી. આ લોકોએ એક વૃદ્ધ મહિલાને ગોળી મારી તેનો વિડિયો ઉતાર્યો હતો, જેના પર તેઓએ વેશ્યાગૃહ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. આ વિડિયો અલેપ્પોથી 50 માઈલ દક્ષિણે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં એક પૂર્વ સરકારના ગઢ મારત અલ નુમાનના કેન્દ્રિય ચોકમાં ફિલ્માવવામાં આવ્યો હતો.

ધ ટાઈમ્સ | સંગ્રહ

ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા પાંચ વર્ષ પહેલાં વાઇસ ન્યૂઝ દ્વારા પ્રકાશિત થયેલા લેખમાં સમાન માહિતી મળી. તે લેખમાંથી અમને એ પણ જાણવા મળ્યું કે અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી જૂથ રક્કા ઈસ બિંગ સ્લોટર્ડ સાઇલેન્ટલી ગ્રુપ દરમિયાન ઉત્તર પશ્ચિમ સીરિયન શહેરમાં એક મહિલા પર વ્યભિચારનો આરોપ લગાવ્યા બાદ તેની હત્યા કરી હતી. મૃતક, કથિત રીતે સીરિયાના ઉત્તર-પશ્ચિમ શહેર ઇદલિબની બહારના વિસ્તારમાં આ ઘટના બની હતી.

સંગ્રહ

ત્યારબાદ અમને કીવર્ડ સાથે સર્ચ કરીને આ બિંગ સ્લોટર્ડની વેબસાઈટ પર વાયરલ થઈ રહેલા વિડિયોની શોધ કરી હતી અને અમને 13 જાન્યુઆરી 2015ના રોજ પ્રકાશિત થયેલા લેખમાં આ વિડિયો મળ્યો હતો. આ લેખમાં, અમને તે જ વિડિયો વાયરલ થતો જોવા મળ્યા. લેખમાં આપેલી માહિતી અનુસાર, જબત અલ-નુસરાએ ઇદલિબના ગ્રામ્ય વિસ્તારમાં મૌરાત માસરેન ખાતે વ્યભિચાર માટે એક મહિલાને સજા આપી અને ગોળી મારી દીધી, જેણે તેના બાળકોને અલ-કાયદાના લોકોને આપ્યા. તેણે જોવાની માંગણી કરી પરંતુ તેણે ના પાડી અને ગોળી મારી હતી.

લેખ અનુસાર, આ ઘટના 13 જાન્યુઆરી, 2015 ના રોજ બની હતી.

સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ થઈ રહેલો આ વિડિયો વર્ષ 2015નો છે જ્યારે અલ-કાયદાના માણસોએ સિરિયામાં વ્યભિચારના આરોપમાં એક મહિલાની ગોળી મારીને હત્યા કરી હતી. આ વિડિયોને વર્તમાન, અફઘાનિસ્તાન અને તાલિબાન સાથે કોઈ લેવાદેવા નથી.

Avatar

Title:વર્ષ 2015ના અલ-કાયદાના મહિલાને ગોળી મારવાના વિડિયોને હાલનો અફઘાનિસ્તાનનો ગણાવવામાં આવી રહ્યો...?

Fact Check By: Yogesh Karia

Result: False