શું ખરેખર બ્રાઝિલમાં આ પ્રકારે લોકોએ લાઈટિંગ કરી લોકો ઘરની બહાર આવ્યા…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Pravin Dudhrejiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ભારતના પીએમ નો અવાજ સાંભળી ને બ્રાઝીલ મા એક દિવસ પહેલાં આ કાર્યક્રમ થઈ ગયો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 27 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નરેન્દ્ર મોદીના આહ્મવાનને સાંભળી બ્રાઝિલમાં 4 એપ્રિલના જ લાઈટિંગ કરવામાં આવ્યુ.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોને ઈન્વિડ ટૂલનો ઉપયોગ કરી ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો “NAME above all names” નામના ફેસબુક પેજ પર આ વિડિયો 28 માર્ચ 2020ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, “જુઓ બ્રાઝીલના રસ્તાઓ પર લોકો પ્રાથના કરી રહ્યા છે.” જેમાં એ વાત સ્પષ્ટ છે કે આ વિડિયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આહ્વાન પહેલાનો છે.

ARCHIVE

આ સિવાય અમને આ વિડિયો “બ્રાઝિલ પારા ક્રિસ્તો” નામના ફેસબુક પેજ પર આ વિડિયો 27 માર્ચ 2020ના અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “આ સુંદર દ્રશ્ય હતુ.”

ARCHIVE

ફેક્ટ ક્રેસન્ડો દ્વારા  બ્રાઝિલના આ ફેસબુક પેજનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, “આ ઘટના 26 માર્ચ 2020ની છે. બ્રાઝિલના રસ્તાઓ પર લોકોએ કોરોના વાયરસના સંકટ સામે ભગવાનને પ્રાથનાના સ્વરૂપમાં મિણબતી સળગાવી હતી અને મોબાઈલની ફ્લેશ લાઈટ કરી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. આ વિડિયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આહ્મવાન કરવામાં આવ્યુ તે પહેલાનો છે. વિડિયોમાં  બ્રાઝિલના લોકોએ કોરોના સામે ભગવાનને પ્રાથના કરી રહ્યા છે. આ વિડિયો ઈન્ટરનેટ પર 3 એપ્રિલ 2020ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્મવાન પહેલાનો ઉપલબ્ધ છે.

Avatar

Title:શું ખરેખર બ્રાઝિલમાં આ પ્રકારે લોકોએ લાઈટિંગ કરી લોકો ઘરની બહાર આવ્યા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False