ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, આ વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ પાકિસ્તાનનો ડોક્ટર ઝફર ઈકબાલ છે. જાલોરના સિરોહીના બીજેપી સાંસદ દેવજી સાથે તેને કોઈ લેવાદેવા નથી.

સોશિયલ મિડિયમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક આધેડ ઉમરના વ્યક્તિ એક યુવતી સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જાલોર-સિરોહીના બીજેપી સાંસદ દેવજી પટેલનો એક યુવતી સાથે ડાન્સ કરવાનો વિડિયો સામે આવ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

M K Dodiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જાલોર-સિરોહીના બીજેપી સાંસદ દેવજી પટેલનો એક યુવતી સાથે ડાન્સ કરવાનો વિડિયો સામે આવ્યો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

Facebook | Facebook | Facebook | Facebook | Facebook | Facebook | Facebook | Facebook | Facebook | Facebook

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે આ વિડિયોની સત્યતા જાણવા માટે ગૂગલ પર કીવર્ડ સર્ચ કર્યું હતુ દરમિયાન અમને 13 ફેબ્રુઆરી 2020 ના રોજ ઉર્દૂ ન્યૂઝ નામના ફેસબુક પેજ પર શેર કરવામાં આવેલો આ જ વિડિયો મળ્યો હતો. તેમાં આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના પ્રખ્યાત નેત્ર ચિકિત્સક ડો. ઝફર ઈકબાલ તેમાં દેખાઈ રહ્યા છે. તે નશામાં હતો અને હોસ્પિટલના રૂમમાં એક મહિલા સાથે ડાન્સ કરી રહ્યો હતો.

Archive

જેના કારણે અમને શંકા હતી કે આ વિડિયો પાકિસ્તાનનો પણ હોઈ શકે છે. પછી અમે યુટ્યુબ પર કીવર્ડ સર્ચ કર્યું દરમિયાન અમને ન્યૂઝ18 રાજસ્થાનની ચેનલ પર 26મી જૂને પ્રસારિત થયેલો અહેવાલ મળ્યો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ વિડિયો જાલોર સિરોહીના સાંસદ દેવજી પટેલના નામે ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડિયોની તપાસ કર્યા બાદ પોલીસે આ વિડિયો નકલી હોવાનું માલુમ પડતાં વધુ એક આરોપીની ધરપકડ કરી હતી.

Archive

આગળ જતાં, અમને 25મી જૂને ETV ભારતની વેબસાઈટ પર પ્રકાશિત સમાચાર મળ્યા.જેમા જણાવવામાં આવ્યું છે કે, આ વિડિયો ધાનેરિયા નર્મદા નાહર સંઘ નામના વોટ્સએપ ગ્રુપમાં શેર કરવામાં આવ્યો હતો. આ સાથે એક ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ડાન્સ કરનાર વ્યક્તિ સાંસદ દેવજી પટેલ છે. તેના સ્ક્રીનશોટ સાથે કેસ નોંધવામાં આવ્યો હતો. અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી અને આસુ રામ બિશ્નોઈ નામના વ્યક્તિની ધરપકડ કરી.

વિડિયો વાયરલ થયા બાદ સાંસદ દેવજી પટેલે પોલીસ અધિક્ષકને પત્ર લખીને તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેનું કહેવું છે કે તેનું નામ બદનામ કરવા માટે આ વિડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.

સંગ્રહ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ પાકિસ્તાનનો ડોક્ટર ઝફર ઈકબાલ છે. જાલોરના સિરોહીના બીજેપી સાંસદ દેવજી સાથે તેને કોઈ લેવાદેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ભાજપના સાંસદ દેવજી પટેલનો મહિલા સાથે ડાન્સ કરવાનો વિડિયો ખોટો છે… જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False