શું ખરેખર હાલમાં ગલવાન નદી પર પૂલ બાંધવા આવ્યો ત્યારનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

My Gujju World નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અભિનંદન!! ભારતીય સેનાએ ગલવાન નદી પરનો પુલ બનાવી લીધો જેને ચીન રોકવા માંગતું હતુ. આવી મુશ્કેલીના સમયમાં પણ આવું કઠિન કાર્ય આપણી ભારતીય સેના જ કરી શકે!! ગર્વ છે અમને ભારતીય સેના ઉપર!! જય હિન્દ!!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1900 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 169 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 674 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગલવાન નદી પર ભારતીય સેનાએ પૂલ બાંધ્યો ત્યારની તસવીર છે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ગેટીઈમેજ દ્વારા અપલોડ કરવામાં આવેલી ઈમેજ પ્રાપ્ત થઈ હતી. જે અનુસાર શ્રીનગર થી 120 કિમિ દૂર ઉરી ગામ પાસેની 11 ફેબ્રુઆરી 2006ની છે. ભૂકંપના કારણે ડેમેજ થયેલા પૂલનુ રિપેરિંગ કમ આર્મીના જવાનોએ અઢી મહિના સુધી કર્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

Embed from Getty Images

ગેટીઈમેજ

પરિણામ

આમ, ઉપરોક્ત પરિણો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નથી. તે વર્ષ 2006નો છે શ્રીનગર નજીકનો છે. હાલમાં ગલવાન નદી પરના પુલનો હોવાની વાત તદ્દન ખોટી છે. 

Avatar

Title:શું ખરેખર હાલમાં ગલવાન નદી પર પૂલ બાંધવા આવ્યો ત્યારનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False