હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિને બે પોલીસ જવાનો બાઈકમાં તેમની વચ્ચે બેસાડી અને લઈ જઈ રહ્યા છે. દરમિયાનમાં એક વ્યક્તિ આ બાઈકને રોકી અને વચ્ચે બેસેલા વ્યક્તિને ફડાકા મારે છે. બાદમાં પોલીસ ચાલક આ બાઈકને લઈ રવાના થઈ જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે. “બાઈકમાં પોલીસની વચ્ચે જે વ્યક્તિ બેસેલ છે તે વ્યક્તિ કોમેડિયન મુન્નવર ફારૂક છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં કોમેડિયન મુન્નવર ફારૂક નથી. પરંતુ તેમનો મિત્ર સદાકત ખાન છે. મુન્નવર ફારૂકી હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hindu Tejas Joshi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાઈકમાં પોલીસની વચ્ચે જે વ્યક્તિ બેસેલ છે તે વ્યક્તિ કોમેડિયન મુન્નવર ફારૂક છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી આગળ વધારી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 2 જાન્યુઆરી 2021ના એનડીટીવી દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ મુન્નવર ફારૂકીનો મિત્ર છે. મુન્નવર ફારૂકી સમજી મારમારવામાં આવ્યો હતો. આ કેસમાં મુન્નવર ફારૂકી સહિત પ્રિયન, નલિન, એડવિન, પ્રખરની પણ ધપકડ કરવામાં આવી છે.

NDTV | ARCHIVE

તેમજ અમે વધુ સર્ચ કરતા પ્રખ્યાત કવિ હુશેન હૈદરી તેમના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં આ વિડિયો શેર કરતાની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “વાયરલ વિડિયોમાં જોવામાં આવતી વ્યક્તિ મુન્નવર ફારૂકી નહીં પરંતુ તેમનો મિત્ર સદાકત ખાન છે. ન્યુઝ રિપોર્ટ મુજબ સદાકત ખાનને 2 જાન્યુઆરીના મુન્નવર ફારૂકી કેસ મામલે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જે દરમિયાન કોર્ટની બહાર ઉભેલા નારાજ વકિલ દ્વારા આ વ્યક્તિને મુન્નવર ફારૂકી હોવાનું માનીને થપ્પડ મારવામાં આવી હતી.

Archive

તેમજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા નિવેદનમાં ઈન્દોર પોલીસ દ્વારા પણ જણાવવામાં આવ્યુ છે કે, “આ વિડિયોમાં દેખાતી વ્યક્તિ મુન્નવર ફારૂકી નહિં પરંતુ તેમનો મિત્ર છે.

TOI | Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં કોમેડિયન મુન્નવર ફારૂક નથી. પરંતુ તેમનો મિત્ર સદાકત ખાન છે. મુન્નવર ફારૂકી હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર કોમેડિયન મુન્નવર ફારૂકીને કોર્ટની બહાર મારમારવામાં આવ્યો ...?

Fact Check By: Yogesh Karia

Result: False