વાયરલ વીડિયોમાં મહિલા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પાસે મહાલક્ષ્મી યોજનાના પૈસા માંગતી ન હતી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ તેમને મળવા આવેલી એક મહિલાને ધક્કો મારતા નજરે પડે છે.

આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધી દ્વારા જાહેર કરવામાં આવેલી મહાલક્ષ્મી યોજના હેઠળ 8 હજાર 500 રૂપિયાની માંગણી કરવા આવેલી આ મહિલાને દિગ્વિજય સિંહે ભગાડી દીધો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મહાલક્ષ્મી યોજના હેઠળ 8 હજાર 500 રૂપિયાની માંગણી કરવા આવેલી આ મહિલાને દિગ્વિજય સિંહે ભગાડી દીધો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

રિવર્સ ઇમેજ સર્ચ કર્યા બાદ જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં જે મહિલાઓ છે તે કોંગ્રેસ કાર્યકર્તા છે અને મહાલક્ષ્મી યોજનાના પૈસા માંગતી નથી.

હિન્દુસ્તાનના સમાચાર મુજબ આ વીડિયો 21 ફેબ્રુઆરીનો છે. વીડિયોમાં દેખાતી મહિલાનું નામ ડો. લીના શર્મા કોંગ્રેસ કાર્યકર છે.

દિગ્વિજય સિંહ જ્યારે 'ન્યાય યાત્રા'ના સંદર્ભમાં ગ્વાલિયર-ચંબલ પ્રવાસ પર હતા ત્યારે વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા હતા. ત્યારબાદ લીના શર્મા તેને મળવા આગળ આવી. જ્યારે સુરક્ષાકર્મીઓએ તેમને રોક્યા તો તેઓ બોલાચાલી કરવા લાગ્યા.

આ જોઈને દિગ્વિજય સિંહે તેમને બહાર મોકલવાનું કહ્યું. આ ઘટના અંગે NDTV, અમર ઉજાલા અને TV9 ભારતવર્ષ દ્વારા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા.

મીડિયા સાથે વાત કરતાં ડો. લીના શર્માએ સ્પષ્ટતા કરી, “દિગ્વિજય સિંહેના સુરક્ષાકર્મીઓ દ્વારા બહાર જવા કહ્યુ હતુ. તેનાથી મને ગુસ્સો ન હતો આવ્યો, તેઓ મારા માતા-પિતા જેવા છે.

તેમજ ડો. શર્માએ બનારસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પોતે લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કોંગ્રેસે સૌથી પહેલા 5 એપ્રિલે પોતાના મેનિફેસ્ટોમાં મહાલક્ષ્મી યોજનાની જાહેરાત કરી હતી. મતલબ કે વાયરલ થઈ રહેલો વીડિયો મેનિફેસ્ટોની જાહેરાતના બે મહિના પહેલાનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં મહિલા કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ પાસે મહાલક્ષ્મી યોજનાના પૈસા માંગતી ન હતી. આ વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:મહાલક્ષ્મી યોજનાના પૈસા માંગનાર મહિલાને દિગ્વિજય સિંહે ભગાડી દીધા…? જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: Missing Context