વર્ષ 2007માં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ માત્ર સોનિયા ગાંધીને જ મળી હતી…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

2007માં ભારતીય ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો પરિચય તત્કાલિન પીએમ મનમોહન સિંહ અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે પણ થયો હતો. તેથી માત્ર સોનિયા ગાંધીને મળવાનો દાવો ભ્રામક છે. 

ગયા શનિવારે બાર્બાડોસના મેદાન પર T20 વર્લ્ડ કપ 2024ની જીતનો ત્રિરંગો ધ્વજ લહેરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ પીએમને T20 વર્લ્ડ કપનો ખિતાબ સોંપ્યો. આ સંદર્ભ સાથે જોડાયેલી એક પોસ્ટ વિવિધ સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે. પોસ્ટમાં એક તસવીર છે જેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમ સોનિયા ગાંધી સાથે જોઈ શકાય છે. આ તસવીરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યારે ભારતે 2007માં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે ટીમનું ફોટોશૂટ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ સાથે નહીં પરંતુ સોનિયા ગાંધી સાથે કરાવ્યું હતું.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 04 જૂલાઈ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જ્યારે ભારતે 2007માં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે ટીમનું ફોટોશૂટ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ સાથે નહીં પરંતુ સોનિયા ગાંધી સાથે કરાવ્યું હતું.”

Facebook | Fb post Archive 

તેમજ આ જ પોસ્ટ આ જ દાવા સાથે ઈન્સ્ટા થ્રેડ પર વાયરલ થઈ રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો. 

Threads | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

અમારી તપાસની શરૂઆતમાં, અમે જોયું કે ફોટામાં ગેટ્ટી ઈમેજીસનો વોટરમાર્ક હતો. આને ધ્યાનમાં રાખીને, અમે ગેટ્ટી ઈમેજ્સ પર ફોટો શોધવાનું શરૂ કર્યું. અમને વેબસાઇટ પર મૂળ ફોટો મળ્યો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે આ 30 ઓક્ટોબર 2007ની તસવીર છે જ્યારે UPA ચેરપર્સન સોનિયા ગાંધી T-20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.  

સંગ્રહ

થોડે આગળ શોધ્યા પછી, અમને ગેટ્ટી ઈમેજીસ પર 30 ઓક્ટોબર, 2007નો બીજો ફોટો મળ્યો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે નવી દિલ્હીમાં એક મીટિંગ દરમિયાન મનમોહન સિંહે ભારતીય ક્રિકેટ, હોકી અને ફૂટબોલ ટીમના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. 

Archive

આ પછી, અમને 30 ઓક્ટોબર, 2007ના રોજ ગેટ્ટી ઈમેજીસ પર પોસ્ટ કરવામાં આવેલી ઘણી વધુ તસવીરો મળી. જેમાં ટીમ ઈન્ડિયાની સાથે તત્કાલિન પીએમ મનમોહન સિંહ, તેમની પત્ની ગુરશરણ કૌર, મીરા કુમાર અને અન્ય મહાનુભાવો જોઈ શકીએ છીએ. થોડુ આગળ જોશો તો તે દિવસના વધુ ફોટોગ્રાફ્સનો સંગ્રહ જોવા મળશે.

સંગ્રહ 

સંબંધિત મીડિયા અહેવાલો માટેની અમારી શોધમાં 30 ઓક્ટોબર 2007ના રોજ પ્રકાશિત ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા એક ગેલેરી અહેવાલ મળ્યો. જેમાં ટીમ ઈન્ડિયા અને મનમોહન સિંહ સાથેની મુલાકાતની તસવીરો જોઈ શકાય છે. તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે નવી દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીત બાદ ક્રિકેટ ટીમને મળીને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌર પણ હાજર હતા. આ બેઠકમાં મહેન્દ્ર સિંહ ધોની, હરભજન સિંહ અને યુવરાજ સિંહ સહિત અન્ય ખેલાડીઓ પણ હાજર હતા. તેમણે ખેલાડીઓ સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો. 

તે દિવસનો ફોટોગ્રાફ પીએમઓના આર્કાઇવમાં પણ જોઇ શકાય છે. અહીં એ પણ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે 30 ઓક્ટોબર, 2007ના રોજ ટીમ ઈન્ડિયાએ T-20 જીત્યા બાદ પૂર્વ પીએમ ડો. મનમોહન સિંહ ભારતીય ક્રિકેટ ટીમને મળ્યા હતા.

30 ઓક્ટોબર 2007ના રોજ ન્યૂઝ 18 દ્વારા પ્રકાશિત સમાચાર અનુસાર, T-20 વર્લ્ડ કપના વિજેતા બન્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની અને ટીમ તત્કાલીન વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. જેમાં પહેલા તેઓ માટે વડાપ્રધાન આવાસ અને પછી પ્રતિભા પાટિલને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. 

ત્યારબાદ અમને ડેઈલી સ્ટાર વેબસાઈટ પર પ્રકાશિત થયેલો બીજો અહેવાલ મળ્યો. જેમાં ટી-20 વર્લ્ડ કપના વિજેતા બન્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની અને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા સિંહ પાટીલની મુલાકાતની તસવીર જોવા મળી રહી છે. સમાચારની હેડલાઇનમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ T-20 હીરો સાથે મુલાકાત કરી.

તે સ્પષ્ટ છે કે ટીમ ઈન્ડિયા માત્ર સોનિયા ગાંધીને મળી હોવાનો દાવો ભ્રામક છે. તે સમયે સોનિયા ગાંધી સિવાય ટીમ ઈન્ડિયા તત્કાલીન વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને પણ મળી હતી.

2007માં ભારતીય ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો પરિચય તત્કાલિન પીએમ મનમોહન સિંહ અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે પણ થયો હતો. તેથી માત્ર સોનિયા ગાંધીને મળવાનો દાવો ભ્રામક છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 2007માં ભારતીય ક્રિકેટ ટીમે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો પરિચય તત્કાલિન પીએમ મનમોહન સિંહ અને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સાથે પણ થયો હતો. તેથી માત્ર સોનિયા ગાંધીને મળવાનો દાવો ભ્રામક છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:વર્ષ 2007માં જીત બાદ ભારતીય ક્રિકેટ ટીમ માત્ર સોનિયા ગાંધીને જ મળી હતી…? જાણો શું છે સત્ય…

Written By: Frany Karia 

Result: False

Leave a Reply