શું ખરેખર ભરૂચ રેલવે સ્ટેશન પર મહિલાનો ચમત્કારિક બચાવ થયો તેનો વિડિયો છે...? જાણો શું છે સત્ય...
Maqbul Saikh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. " ભરૂચ રેલ્વે સ્ટેશનથીkhuda jise rakhe use kon chakhe" શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 6 લોકો એ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, "પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભરૂચ રેલવે સ્ટેશનનો છે. જેમાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો."
FACEBOOK | FB ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને LIVE HINDUSTAN નો તારીખ 17 ફેબ્રુઆરી 2017નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જ શેર કરવામાં આવ્યો હતો. તેમજ તેને વિશેષ ટ્રિટમેન્ટ પણ આપવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, "આ ઘટના આગ્રાના રાજામંડી સ્ટેશન પર બનવા પામી છે." જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ જૂદા-જૂદા કીવર્ડ સાથે ગૂગલ પર સર્ચ કરતા અમને AMAR UJALA નો 17 ફ્રેબુઆરી 2017નો એક આર્ટીકલ પ્રાપ્ત થયો હતો. જેમાં પણ આ ઘટનાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આરપીએફ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, "આ ઘટના 20 દિવસ જૂની છે અને રાજામંડી સ્ટેશન પર પ્લેટફોર્મ નં.1 અને 2 વચ્ચેની આ ઘટના બનવા પામી હતી." જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ DAINIKBHASKAR દ્વારા પણ આ ઘટનાની નોંધ લેવામાં આવી હતી અને આ ઘટના અંગેનો વિસતૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે વાંચી શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 3 વર્ષ પહેલાનો આગ્રાના રાજામંડી રેલવે સ્ટેશનનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ભરૂચનો નહિં પરંતુ આગ્રાના રાજામંડી રેલવે સ્ટેશનનો છે. ખોટી માહિતી સાથે વિડિયો શેર કરવામાં આવી રહી છે.
Title:શું ખરેખર ભરૂચ રેલવે સ્ટેશન પર મહિલાનો ચમત્કારિક બચાવ થયો તેનો વિડિયો છે...? જાણો શું છે સત્ય...
Fact Check By: Yogesh KariaResult: False