શું ખરેખર ભૂમિ પેડનેકર 1 કલાક પણ સેક્સ વગર નથી રહી શકતી…? જાણો શું છે સત્ય…..

Entertainment False રાષ્ટ્રીય I National

Patidar Live News Gujaratનામના ફેસબુક યુઝર દ્વારા 28 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘આ બોલીવુડ અભિનેત્રી કર્યો ખુલાસો,કલાકથી વધારે સેક્સ વગર નથી રહી શકતી’શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 162 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 4 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, અને 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અભિનેત્રી ભૂમિ પેડનેકર એક કલાક પણ સેક્સ વગર રહી નથી શકતી.

FACEBOOK | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર‘भूमिपेडनेकरएकघंटाशेक्सकेबिनानहींरहशक्ति’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની જ હકિકતો જણાઈ રહી હતી. જો કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી હોય તેથી અમે અમારી પડતાલ શરૂ રાખી હતી અને જૂદા-જૂદા કીવર્ડથી સર્ચ કર્યા બાદ પોસ્ટમાં જણવવામાં આવેલો નેહા ધુપિયાનો BFFs નો સંપર્ણ એપિસોડ અમને મળ્યો હતો જેમાં આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર ગેસ્ટ રૂપે પહોચ્યા હતા. Voot.comનામની વેબસાઈટ પર આ સંપુર્ણ એપીસોડ મુકવામાં આવ્યો છે.  જે આપ નીચેલિંક પર ક્લિક કરી જોઈ શકો છો. 

Voot.com | archive 

ઉપરોક્ત શો અમે ધ્યાનથી જોયતા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે ભૂમિ પેડનેકર ક્યાંય પણ તે એક ક્લાક સેક્સ વગર નથી રહી શકતી તેવી જણાવતી નથી. હા આયુષ્માન ખુરાના ભૂમિને પુછેલા સવાલની વચ્ચે બોલતા જણાવે છે કે, તે સેક્સ વગર 1 ક્લાક નથી રહી શકતી પરંતુ તે પણ મજાકમાં જણાવી રહ્યા છે. જો કે, ભૂમિ તેનો જવાબ પુરો કરતા જણાવે છે. કે 2 મહિના સુધી સેક્સ વગર રહી શકે છે. જે જવાબ આપ લિંક પર ક્લિંક કરી જોઈ શકો છો.

Answer of Neha’s Question

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભુમિ પેડનેકરેજણાવ્યુ હતુ કે, તે બે એક-મહિના પણ સેક્સ વગરરહી શકે છે. એક કલાક પણ સેક્સ વગર નથી રહી શક્તી તે વાત સાવ ખોટી સાબિત થાય છે. 

Avatar

Title:શું ખરેખર ભૂમિ પેડનેકર 1 કલાક પણ સેક્સ વગર નથી રહી શકતી…? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False