ભાજપના રાધનપુરના ઉમેદવારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે એવું કહ્યું હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાધનપુર સીટના ઉમેદવાર લવિંગજી ઠાકોરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાધનપુર સીટના ભારતીય જનાતા પાર્ટીના ઉમેદવાર એવું કહી રહ્યા છે કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 નો છે. જ્યારે તેઓની એક ભાષણ સમયે જીભ લપસી હતી. આ વીડિયોને ગુજરાતની તાજેતરની ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

જાદુભાભા રંગીલા નામના ફેસબુક યુઝર દ્વારા 15 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હાંભળો ભાજપ ના રાધનપુર ના ઉમેદવાર હુ કે હે?. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાધનપુર સીટના ભારતીય જનાતા પાર્ટીના ઉમેદવાર એવું કહી રહ્યા છે કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર એબીપી અસ્મિતા ના સત્તાવાર યુટ્યુબ પર 10 ડિસેમ્બર, 2017 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, રાધનપુર વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર લવિંગજી ઠાકોરની એક સભા સમયે જીભ લપસી હતી. જ્યાં તેઓ એવું બોલ્યા હતા કે, ભારતીય જનાતા પાર્ટીએ મને ટિકીટ આપી છે તો એના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની છે. ત્યાર બાદ તેઓને ભૂલની જાણ થતાં સુધારીને કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની છે એમાં કોઈ બેમત નથી.

અમારી વધુ તપાસમાં અમને અમને વીટીવી ગુજરાતી દ્વારા પણ 9 ડિસેમ્બર, 2017 ના રોજ આજ વીડિયો અને માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2017 નો છે. જ્યારે તેઓની એક ભાષણ સમયે જીભ લપસી હતી. આ વીડિયોને ગુજરાતની તાજેતરની ચૂંટણી સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:ભાજપના રાધનપુરના ઉમેદવારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે એવું કહ્યું હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context

Leave a Reply