જૂનાગઢના 5 વર્ષ જુના વિડિયોને હાલનો ગણાવી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલમાં આ પ્રકારે કોઈ લોકો ટ્રેન પર ચડીને ગિરનારની પરિક્રમા કરવા નથી પહોંચ્યા.

કાર્તિક અગિયારસથી શરૂ થતી ગિરનારની પરિક્રમામાં આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓ આવવાની શક્યતા વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનની ઉપર ચડીને જતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ટ્રેન પર ચડીને જતા લોકોની આ ભીડનો વિડિયો હાલની ગિરનારની લીલી પરિક્રમા દરમિયાનનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Nation First – Brijesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 નવેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ટ્રેન પર ચડીને જતા લોકોની આ ભીડનો વિડિયો હાલની ગિરનારની લીલી પરિક્રમા દરમિયાનનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ જ વિડિયો 1 નવેમ્બર 2017ના ગિરનાર જૂનાગઢ નામના ફેસબુક પેજ પર પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને યુટ્યુબ પર આ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે પણ 31 ઓક્ટોબર 2017ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વધુ તપાસ કરતા અમને અન્ય એક એંગલથી આ જ ટ્રેનનો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે 1 નવેમ્બર 2017ના અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ વર્ષ 2017માં ટ્રેનની આ ઘટનાને લઈ મિડિયામાં ખૂબ હાઈલાઈટ થયો હતો આ કિસ્સો જે સમયે યાત્રાળુઓના તેમજ ત્તત્કાલિન સ્ટેશન માસ્તર એ.એન.ભાર્ગવનું નિવેદન પણ પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પણ આ અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Times of India

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે રેલ્વે પીઆરઓ પ્રદિપ શર્માનો સપંર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે ટ્રેન પર બેસીને જવા પર તમામ પ્રકારનો પ્રતિબંધ છે. આ વિડિયો હાલનો નથી. પરંતુ જૂનો છે. હાલમાં આ પ્રકારે એકપણ વ્યક્તિ ટ્રેન પર બેસીને નથી ગયો.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો હાલનો નહિં પરંતુ આ જ થી પાંચ વર્ષ પહેલાનો વર્ષ 2017નો છે. હાલમાં આ પ્રકારે ટ્રેન પર બેસીને એકપણ મુસાફર ગયો નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જૂનાગઢના 5 વર્ષ જુના વિડિયોને હાલનો ગણાવી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context

Leave a Reply