જાણો શું છે સાધુ-સંતો અને નેતાઓ વચ્ચેના બોલચાલના વિડિયોનું સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

જૂનાગઢના આ વિડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને સામાજિક કાર્યકર બટુક મકવાણા પર સાધુ-સંતો રોષે ભરાયા હતા. ભાજપા નેતા પર ગુસ્સો કર્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એકબીજા પર આરોપ-પ્રતિઆરોપની ઝંડીઓ વરસવા લાગી છે. આવો જ એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં તમે સાધુ-સંતો સાથે એક નેતાને ચર્ચા કરતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ સાધુ-સંતો પહેલા ભાજપની સાથે ઉભા રહેતા હતા તે હવે ભાજપથી મોહભંગ થઈ ગયા છે અને ભાજપાના નેતા જોડે ઝગડો કરી રહ્યા છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ટ્વિટર એક યુઝર દ્વારા વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “આ સાધુ-સંતો પહેલા ભાજપની સાથે ઉભા રહેતા હતા તે હવે ભાજપથી મોહભંગ થઈ ગયા છે અને ભાજપાના નેતા જોડે ઝગડો કરી રહ્યા છે.” આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

कट्टर अरविन्द समर्थक નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓક્ટોબર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ સાધુ-સંતો પહેલા ભાજપની સાથે ઉભા રહેતા હતા તે હવે ભાજપથી મોહભંગ થઈ ગયા છે અને ભાજપાના નેતા જોડે ઝગડો કરી રહ્યા છે.”

Facebook | Fb post Archive | Fb video archive

ગીર કેસરી નામના ફેસબુક યુઝર દ્વારા પણ તારીખ 29 ઓક્ટોબર 2022ના આ જ પોસ્ટ સાથેનો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જે તમે નીચે જોઈ શકો છો. 

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ઘ્યાનથી જોયુ તો વિડિયોમાં ગુજરાત તકનું વોટર માર્ક જોવા મળ્યુ હતુ. તેથી અમે તે અંગે સર્ચ કરતા અમને ગુજરાત તકનો આ જ માહિતી પરનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. 

જેમાં માહિતી આપવામાં આવી હતી કે, વિડિયોમાં જોવા મળતા સાધુ હરિગીરી બાપુ છે. તેમણે વાતચીત કરતા કહ્યુ હતુ કે, “મને ધારાસભ્ય પ્રત્યે ઘણો જૂનો પ્રેમ છે. તમે અમને પાછળથી ગળે લગાવતા જોયા. અમે તેમને મળ્યા, અમે તેમને ભળી ગયા. તેથી તેમના જૂના પૂર્વજોમાંના એક સાથે અમારો સંબંધ હતો, છે, છે અને રહેશે.

તેમજ વધુ સર્ચ કરતા અમને ગુજરાત સમાચારનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને સામાજીક કાર્યકર બટુકભાઈ મકવાણાએ સભામાં ઉપસ્થિત વહીવટી અધિકારીઓને કેટલાક પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમના બદલે સંતો જવાબ આપવા લાગ્યા હતા અને ભારે રોષ ઠાલવ્યો હતો. તેમણે કહેવાનું શરૂ કર્યું કે વહીવટીતંત્રના સારા કામ માટે તેમની પ્રશંસા થવી જોઈએ.

Gujarat Samachar | સંગ્રહ

તેમજ સંદેશ ન્યુઝનો અહેવાલ પણ પ્રાપ્ત થયો હતો. તેમાં પણ માહિતી આપવામાં આવી હતી કે, “લીલી પરિક્રમાને આખરી ઓપ આપતા ઉગ્રતા સર્જાઈ હતી. ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને સામાજીક આગેવાન બટુક મકવાણાએ રજૂ કરેલા પ્રશ્નનો સંતોષ કારક જવાબ ન મળતા મામલો બગડયો હતો.

સંદેશ | સંગ્રહ

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા અમે બેઠક સમયે હાજર સ્થાનિક પત્રકાર કેતન જોશીનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ બેઠકમાં ભાજપાના નેતા અને સંતો વચ્ચે બોલાચાલી થઈ હોવાની વાત તદ્દન ખોટી છે. કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષીએ રજૂ કરેલા પ્રશ્નોનો સંતોષકારક જવાબ ન મળતા બોલાચાલી થઈ હતી.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, જૂનાગઢના આ વિડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને સામાજિક કાર્યકર બટુક મકવાણા પર સાધુ-સંતો રોષે ભરાયા હતા. ભાજપા નેતા પર ગુસ્સો કર્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો શું છે સાધુ-સંતો અને નેતાઓ વચ્ચેના બોલચાલના વિડિયોનું સત્ય…

Fact Check By: Frany Karia 

Result: False