શું ખરેખર મુંબઈ મહાનગરપાલિકામાં આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “મુંબઈ મહાનગરપાલિકા માં IT ની રેડ ચાલુ થઈ ગઈ છે. તમને તો ખબર જ છે ત્યાં શિવસેના નું શાશન છે એટલે આ લોકોએ નાગાઈ ચાલુ કરી આપી છે.” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 257 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 50 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આઈટી વિભાગ દ્વારા મુંબઈ મહાનગરપાલિકામાં રેડ પાડવામાં આવી.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “Mumbai corporation it raids” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, “બીએમસીના અલગ-અલગ કોન્ટ્રોક્ટરોને ત્યાં આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ કરવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા આ કોન્ટ્રોક્ટરોના રહેણાંક અને ઓફિસ મળી કુલ 37 સ્થળોએ રેડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જો કે, તમામ મિડિયા હાઉસ દ્વારા આ સમાચારને રાજકીય દ્રષ્ટીએ જોવામાં આવી રહ્યા છે.” આ સમાચાર ને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

NDTV | ARCHIVE

તેમજ આ જ સમાચારને સંબંધિત અન્ય એક અહેવાલ ભાસ્કર.કોમ દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં સુત્રોના હવાલેથી જણાવવામાં આવ્યુ હતું કે, “આઈકર વિભાગની રડાર પર ગુજરાતને સંબંધિત સ્કાઈવે ઇન્ફ્રાપ્રોજેક્ટ્રસ લિમિટેડ, આરપીએસ ઈન્ફ્રા પ્રોજેક્ટસ લિમિટેડ, રેલકોન ઈન્ફ્રાપ્રોજેક્ટ લિમિટેડ છે. જે ત્રણેય કંપનીઓ રાજનિતિક સંબંઘ ધરાવે છે.”

BHASKAR | ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થયુ હતુ કે, બીએમસી સાથે જોડાયેલા કોન્ટ્રોક્ટરો ને ત્યાં આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા રેડ કરવામાં આવી છે. ત્યારબાદ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે બીએમસીના પબ્લિક રિલેશન ઓફિસર(PRO) વિજય પાટીલનો સંપર્ક સાધ્યો હતો અને તેમને આ અંગે પૂછતા તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ રેડ બીએમસીમાં નથી થઈ. આ તદન ખોટી વાત છે. લોકોને ભ્રામક કરવા માટે ખોટી માહિતી ફેલાવાઈ રહી છે.

આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, બીએમસીમાં આઈટી ડિપાર્ટમેન્ટની કોઈ રેડ નથી પડી, બીએમસી માટે કામ કરતા કોન્ટ્રાક્ટરોને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. બીએમસીમાં કોઈ રેડ ન પડી હોવાની પૃષ્ટી ત્યાના પબ્લીક રિલેશન ઓફિસર દ્વારા કરવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, બીએમસીમાં આઈટી ડિપાર્ટમેન્ટની કોઈ રેડ નથી પડી, બીએમસી માટે કામ કરતા કોન્ટ્રાક્ટરોને ત્યાં આઈટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. બીએમસીમાં કોઈ રેડ ન પડી હોવાની પૃષ્ટી ત્યાના પબ્લીક રિલેશન ઓફિસર દ્વારા કરવામાં આવી છે.

Avatar

Title:શું ખરેખર મુંબઈ મહાનગરપાલિકામાં આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False