
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વધુ પડતી ગરમીને કારણે તપી રહેલી ધરતીને શાંત કરવા માટે સાધુસંતો દ્વારા પૃથ્વીના ગોળા પર જલધારા કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2016 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો પરમાર્થ નિકેતનની સત્તાવાર વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. આ પરમાર્થ નિકેતન આશ્રમ ઉત્તરાખંડના ઋષિકેશ ખાતે આવેલો છે. જેનું નેતૃત્વ તેના અધ્યક્ષ અને આધ્યાત્મિક ગુરુ સ્વામી ચિદાનંદ સરસ્વતી સંભાળે છે.

વધુમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેનો અહેવાલ rajusudhakar.wordpress.com દ્વારા 5 મે, 2016 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

આજ ફોટો અમને અન્ય કેટલીક વેબસાઈટ પર પણ જુદા-જુદા સમયે આર્ટિકલમાં મૂકવામાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. જે તમે અહીં જોઈ શકો છો. dailyo.in | loksambad.com | pinterest.com
આજ ફોટો સાથેની ટ્વિટ એક ટ્વિટર યુઝર દ્વારા વર્ષ 2019 માં કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પૃથ્વીના ગોળા પર જલધારા કરી રહેલા સાધુસંતોનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2016 થી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


