શું ખરેખર બહેન સાથે બળાત્કાર કરનારનું માંથુ કાપી નાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
આ વ્યક્તિએ તેની બહેનના બળાત્કાર કરનારનું માથું કાપ્યું ન હતું. આ વ્યક્તિ પશુપતિ છે જેણે તેના મિત્ર ગિરીશનું માથું કાપી નાખ્યું હતું કારણ કે ગિરીશ દ્વારા આરોપીની માતા વિરૂદ્ધ કેટલીક અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.
તાજેતરમાં કપાયેલું માથું હાથમાં લઈ અને પોલીસ સ્ટેશનમાં જઈ રહેલા એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બહેન સાથે બળાત્કાર કરનારનું માથું કાપી અને આ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ઓગસ્ટ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બહેન સાથે બળાત્કાર કરનારનું માથું કાપી અને આ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે રિવર્સ ઇમેજ સર્ચ કરીને તપાસ કરતા અમને 2 ઓક્ટોબર 2018ના રોજ પ્રકાશિત થયેલો અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલ મુજબ, આ ઘટના મંડ્યામાં બની હતી. તેના સાથીદાર ગિરીશનું માથું કાપી નાખનાર આરોપી પશુપતિને પોલીસે કસ્ટડીમાં લીધો હતો.
આ ક્લુને ધ્યાને લઈને, અમે ગૂગલ પર કીવર્ડ સર્ચ કરતા અમને 3 ઓક્ટોબર 2018 ના રોજ પ્રકાશિત ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસારિત એક અહેવાલ મળ્યો. અહેવાલ મુજબ, પશુપતિ નામનો વ્યક્તિ કર્ણાટકના મંડ્યા જિલ્લાના માલવલ્લીમાં પોલીસ સ્ટેશનમાં તેના મિત્ર ગિરીશના કપાયેલા માથાને લઈને પોલીસ સ્ટેશનમાં પહોચી ગયો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે ગિરીશે તેની માતા માટે આઈ વિલ બોલ્યો હતો, જેના કારણે બંને વચ્ચે અથડામણ થઈ હતી અને પશુપતિએ ગિરીશનું માથું કાપી નાખ્યું હતું અને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
NDTV દ્વારા 30 સપ્ટેમ્બર 2018ના રોજ આ જ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
News18 નો બીજો અહેવાલ અહીં વાંચી શકાય છે.
આના પરથી સ્પષ્ટ થાય છે કે દાવો ભ્રામક છે. આ માણસે તેની બહેનના બળાત્કારીનું માથું કાપી નાખ્યું ન હતું; તેના બદલે, તેણે તેની માતા સામે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેના મિત્રનું માથું કાપી નાખ્યું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વ્યક્તિએ તેની બહેનના બળાત્કાર કરનારનું માથું કાપ્યું ન હતું. આ વ્યક્તિ પશુપતિ છે જેણે તેના મિત્ર ગિરીશનું માથું કાપી નાખ્યું હતું કારણ કે ગિરીશ દ્વારા આરોપીની માતા વિરૂદ્ધ કેટલીક અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર બહેન સાથે બળાત્કાર કરનારનું માંથુ કાપી નાખવામાં આવ્યુ...? જાણો શું છે સત્ય....
Fact Check By: Frany KariaResult: Misleading