જાણો 1967માં ઇન્દિરા ગાંધી દ્વારા સોનુ ન ખરીદવા અંગેની જનતાને અપીલ કરવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા ધ હિન્દુના સમાચારના ફોટોનું શું છે સત્ય… 

Altered સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 1967માં ઇન્દિરા ગાંધી દ્વારા સોનુ ન ખરીદવા અંગેની જનતાને અપીલ કરવામાં આવી હતી તે સમાચારનો આ ફોટો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં 1967માં ઇન્દિરા ગાંધી દ્વારા સોનુ ન ખરીદવા અંગેની જનતાને અપીલ કરવામાં આવી હોવાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફેક છે. ધ હિન્દુ દ્વારા આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલી આ પ્રકારની માહિતી અને ફોટો સાથેની ઘટનાના કોઈ પણ સત્તાવાર સમાચાર પ્રાપ્ત થયા ન હતા.

ત્યાર બાદ અમે ફોટો સાથેની માહિતીને ગુગલ પર સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, ધ હિન્દુ દ્વારા 12 મે, 2026ના રોજ તેના સત્તાવાર ટ્વિટર પર આ વાયરલ ફોટો ડિજીટલી એડિટેડ અને ફેક હોવાનું જણાવવામાં આવ્યું છે વધુમાં લોકોને આ ફોટોને વધુ શેર કરતાં પહેલાં માહિતીની સત્યતા ચકાસવાની અપીલ કરવામાં આવી હતી.  

વધુમાં આ જ માહિતી સાથેનો એક અંગ્રેજી ફોટો પણ વાયરલ થયો હોવાની અમને માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં અમને પત્રકાર બી. કોલપ્પન દ્વારા શેર કરાયેલી એક પોસ્ટ પણ મળી, જેમણે 6 જૂન, 1967ના રોજ ધ હિન્દુના મૂળ મુખપૃષ્ઠ પર અપલોડ કરી હતી, જેમાં અધિકૃત આવૃત્તિ અને વાયરલ છબી વચ્ચેના તફાવતો છતી કરવામાં આવ્યા હતા.

અમને ધ હિન્દુના સંપાદક સુરેશ નમ્બથની બીજી પોસ્ટ પણ મળી, જેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, આ તસવીર નકલી છે. તેમણે લખ્યું હતું કે “નકલી તસવીરો પોસ્ટ કરશો નહીં; આનો ધ હિન્દુ સાથે કોઈ સંબંધ નથી.”

અમારી વધુ તપાસમાં અમને મૂળ અને નકલી અખબાર વચ્ચે લોગો, ટેગલાઇન અને વોલ્યુમ નંબર સહિત ઘણી વિસંગતતાઓ પણ જોવા મળી.

શું ઇન્દિરા ગાંધીની સરકારે સોનાની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો હતો?

વાયરલ થયેલી તસવીર નકલી છે, પરંતુ તે સમયગાળા દરમિયાન ઇન્દિરા ગાંધી સરકારે સોનાની માલિકી સંબંધિત કડક પગલાં લીધા હતા.

૧૯૬૮માં, ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળની સરકારે તત્કાલીન નાણામંત્રી મોરારજી દેસાઈના નેતૃત્વ હેઠળ ગોલ્ડ કંટ્રોલ એક્ટ રજૂ કર્યો હતો. આ કાયદા દ્વારા નાગરિકોને સોનાના લગડીઓ અને સિક્કા રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને તેનો ઉદ્દેશ્ય સોનાનો વપરાશ ઘટાડવા, દાણચોરી અટકાવવા અને ચીન સાથેના સંઘર્ષ પછી નાણાકીય તણાવના સમયગાળા દરમિયાન ભારતીય અર્થતંત્રને સ્થિર કરવાનો હતો.

જોકે, આ પ્રતિબંધો ઔપચારિક કાયદા દ્વારા આવ્યા હતા, વાયરલ ક્લિપિંગ જેવી કોઈ જાહેર અખબારની અપીલ દ્વારા નહીં. ગોલ્ડ કંટ્રોલ એક્ટ 1990માં રદ ન થાય ત્યાં સુધી અમલમાં રહ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં 1967માં ઇન્દિરા ગાંધી દ્વારા સોનુ ન ખરીદવા અંગેની જનતાને અપીલ કરવામાં આવી હોવાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ ફેક છે. ધ હિન્દુ દ્વારા આ માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Result Stamp

Title: જાણો 1967માં ઇન્દિરા ગાંધી દ્વારા સોનુ ન ખરીદવા અંગેની જનતાને અપીલ કરવામાં આવી હોવાના નામે વાયરલ થઈ રહેલા ધ હિન્દુના સમાચારના ફોટોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas

Result: Altered

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *