
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં તમિલનાડુમાં ચૂંટણી જીત્યા પછીના TVKના ચીફ જોસેફ વિજયના રોડશોનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો થલાપતિ વિજયના રોડશોનો આ વીડિયો ચૂંટણી જીતિયા પછીનો નહીં પરંતુ ચૂંટણી પહેલાંના પ્રચાર સમયનો થૂથુકૂડીનો આ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં અમને નેશનાલિસ્ટ હબ નામના એક યુટ્યુબ એકાઉન્ટ પર આ જ વીડિયો 10 એપ્રિલ, 2026ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, થલાપતિ વિજય ઈસુના ફોટા સાથે મત માંગે છે. જેના પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ ચૂંટણીના પરિણામો પહેલાંનો અને જૂનો છે.
અમારી વધુ તપાસમાં અમને thecommunemag.com દ્વારા 9 એપ્રિલ, 2026ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં વાયરલ વીડિયોમાં દેખાતા આ જ દ્રશ્યનો ફોટો મૂકવામાં આવ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, જોસેફ વિજયે થૂથુકૂડીમાં વિજયે ઈસુના ફોટા સાથે મતદાન કરી આદર્શ આચારસંહિતાનું ઉલંઘન કર્યું.
એક સત્તવાર ટ્વિટર યુઝર દ્વારા પણ આ જ વીડિયો સાથેની પોસ્ટ 9 એપ્રિલ, 20276ના રોજ કરવામાં આ હતી.
જો કે, ચૂંટણી જીત્યા બાદનો થલાપતિ વિજયના વિજય સરઘસનો વીડિયો RTV નામની એક ટીવી ચેનલ દ્વારા લાઈવ કરવામાં આવ્યો હતો. આ સંપૂર્ણ વીડિયોમાં ક્યાંય પણ ઈસુનો ફોટો જોઈ શકાતો નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો થલાપતિ વિજયના રોડશોનો આ વીડિયો ચૂંટણી જીતિયા પછીનો નહીં પરંતુ ચૂંટણી પહેલાંના પ્રચાર સમયનો થૂથુકૂડીનો આ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


