ઉત્તરાખંડમાં ઇન્ડેન ‘એક્સ્ટ્રા તેજ’ સિલિન્ડરનો વીડિયો ‘ગાયના ગોબર ગેસ સિલિન્ડર’ના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના તણાવને કારણે ભારતમાં LPG સિલિન્ડરની અછત સર્જાઈ છે. આ પૃષ્ઠભૂમિમાં, જાંબલી રંગના સિલિન્ડરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો સાથે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તરાખંડના બે ભાઈઓએ ગાયના છાણ (બાયોગેસ)થી ઘરેલું સિલિન્ડર બનાવ્યું છે જે 18 કિલો ગેસ પૂરો પાડે છે.

FACEBOOK | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

ઉત્તરાખંડમાં બે ભાઈઓએ બાયોગેસ સિલિન્ડર બનાવ્યા હોવા અંગે ઇન્ટરનેટ પર કોઈ વિશ્વસનીય સમાચાર કે માહિતી ઉપલબ્ધ નથી.

કીવર્ડ સર્ચ કર્યા પછી, આજતક વેબસાઇટ પર જાંબલી રંગના ગેસ સિલિન્ડર અંગેના એક સમાચાર અહેવાલ મળી આવ્યા. આ અહેવાલમાં વાયરલ જાંબલી સિલિન્ડર જેવો જ એક ફોટોગ્રાફ દર્શાવવામાં આવ્યો હતો.

વધુમાં, ફોટોગ્રાફ સાથેની માહિતી અનુસાર, આ સિલિન્ડર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ઉત્પાદિત આશરે 19 કિલોગ્રામ વજનનો ‘ઇન્ડેન એક્સ્ટ્રા તેજ’ યુનિટ છે.

આ જાંબલી રંગનો સિલિન્ડર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પર LPG સિલિન્ડરોની યાદીમાં દેખાય છે. આ સિલિન્ડર ફક્ત ઔદ્યોગિક અને વ્યાપારી ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેને ઘરેલુ ઉપયોગ માટે વેચવામાં આવતો નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયોમાં દેખાતા જાંબલી રંગના સિલિન્ડર બાયોગેસ સિલિન્ડર નથી, પરંતુ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ઉત્પાદિત ઇન્ડેન એક્સ્ટ્રા તેજ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર છે. આ વીડિયોને ભ્રામક દાવાઓ સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Result Stamp

Title: ઉત્તરાખંડમાં ઇન્ડેન ‘એક્સ્ટ્રા તેજ’ સિલિન્ડરનો વીડિયો ‘ગાયના ગોબર ગેસ સિલિન્ડર’ના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *