Bhupat Dhamsaniya નામના ફેસબુક યુઝર દ્વારા 18 સપ્ટેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, ભાજપ એટલે મોદીજી, મોદીજી મતલબ કિસાન વિરોધી MSP ખતમ નિર્યંત ખતમ હવે મંડી ખતમ ફક્ત ઉદ્યોગપતિ ના ઈશારે ચાલતી BJP. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા નવા કૃષિ બિલના કારણે MSP ખતમ થઈ જશે. આ પોસ્ટને 34 લોકોએ લાઈક કરી હતી. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ માહિતીને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.09.25-12_40_33.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાવવામાં આવેલા નવા કૃષિ બિલના કારણે MSP ખતમ થઈ જશે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Narendra Modi તેમની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 21 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, MSP ની વ્યવસ્થા ચાલુ જ રહેશે. સરકારી ખરીદી પણ ચાલુ રહેશે. નવા કૃષિ બિલને કારણે MSP ખતમ થવાની માહિતી તદ્દન ખોટી છે.

Archive

અમારી વધુ તપાસમાં અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 સપ્ટેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલું ટ્વિટ પ્રાપ્ત થયું હતું. જેમાં પણ એજ માહિતી આપવામાં આવી હતી કે, કૃષિ બિલને કારણે MSP ચાલુ જ રહેશે. સરકારી ખરીદી પણ ચાલુ રહેશે.

Archive

વધુમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર દ્વારા પણ 24 સપ્ટેમ્બર, 2020 ના રોજ MSP પર એક ટ્વિટ કરવામાં આવી હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, “MSP એ કોઈ કાયદાનો ભાગ નથી. કોંગ્રેસ પાસે કૃષિ બિલો પર બોલવા માટે કંઈ નથી, તેથી MSP પર દુષ્પ્રચાર ફેલાવી રહી છે. MSP પહેલા પણ ભારત સરકારનો વહીવટી નિર્ણય હતો અને આજે પણ છે. ખરીફ અને રવિ પાકની MSP જાહેર થઈ ગઈ છે.

Archive

Archive

હવે એ પણ જાણવું જરૂરી હતું કે, MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ શું છે?

MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ. જે ખેડૂતોને તેમના પાકની કિંમત પર મળે છે. ભલે બજારમાં પાકની કિંમત ઓછી હોય, પરંતુ ખેડૂતોને એક ચોક્કસ ભાવ જરુર મળે છે. આની પાછળનો હેતુ એ છે કે, બજારમાં પાકની કિંમતોમાં થતા વધારા-ઘટાડાની ખેડૂતો પર અસર ના થાય. તેમને તેમની મહેનતના બદલામાં લઘુતમ કિંમત મળતી રહે. સરકાર દરેક પાકની સીઝન પહેલાં કમિશન ફોર એગ્રિકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસીઝની વિનંતી પર MSP નક્કી કરે છે. જો કોઈ પાકની વધુ વાવણી થઈ હોય અને બજારમાં એની કિંમત ઓછી હોય ત્યારે MSP આ પાક માટે ફિક્સ એશ્યોર્ડ પ્રાઈઝ તરીકે કામ કરે છે. આ રીતે MSP ખેડૂતોને બજારના ઉતાર-ચઢાવથી બચાવતી એક વીમા પોલિસી જેવું કામ કરે છે.

રાહુલ ગાંધી દ્વારા કૃષિ બિલ પર 20 સપ્ટેમ્બર, 2020 ના રોજ કરવામાં આવેલા એક ટ્વિટ બાદ ખેડૂતો દ્વારા MSP ને લઈને હંગામો કરવામાં આવ્યો હતો. આ ટ્વિટ બાદ જ સોશિયલ મીડિયા પર MSP ને લઈ ભેરામક દાવાઓ કરવામાં આવી રહ્યા છે.

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કૃષિ બિલ લાગૂ થવાથી MSP ખતમ થઈ જવાની માહિતી તદ્દન ખોટી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કૃષિ બિલ લાગૂ થવાથી MSP ખતમ થઈ જવાની માહિતી તદ્દન ખોટી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંઘ તોમર દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:કૃષિ બિલને કારણે MSP ખતમ થવાની ભ્રામક માહિતી થઈ વાયરલ... જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False