દ્વારકાનો જૂનો વીડિયો તાજેતરમાં પાલમમાં લાગેલી આગની ઘટનાના નામે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading સામાજિક I Social

તાજેતરમાં, નવી દિલ્હીના પાલમ મેટ્રો સ્ટેશન નજીક એક ઘરમાં ભયંકર આગ લાગવાથી એક જ પરિવારના નવ લોકોના મોત થયા હતા અને ઘણા સભ્યો ઘાયલ થયા હતા. આ પૃષ્ઠભૂમિમાં, એક બહુમાળી ઇમારત, જેના ઉપરના માળે આગ લાગી છે, જેના પરથી ત્રણ લોકો કૂદી રહ્યા છે તે દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ નવી દિલ્હીના પાલમમાં તાજેતરમાં બનેલી ઘરમાં આગની ઘટનાનો વીડિયો છે.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને 10 જૂન 2025ના રોજ NDTVમાં પ્રકાશિત થયેલ એક અહેવાલ મળ્યો, જેમાં વાયરલ વીડિયો હતો.

રિપોર્ટ મુજબ, આ વીડિયો દિલ્હીના દ્વારકાનો છે, જ્યાં એક ઇમારતના આઠમા અને નવમા માળે આગ લાગી હતી જેમાં 35 વર્ષીય વ્યક્તિ અને તેના બે બાળકોનું મોત થયું હતું.

અમને 10 જૂન, 2025 ના રોજ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત બીજો એક અહેવાલ મળ્યો.

અહેવાલ મુજબ, “મંગળવારે સવારે દ્વારકા સેક્ટર 13માં એક ઉંચી ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં એક વ્યક્તિ અને તેના બે નાના બાળકોના મોત થયા, જેમણે આગથી બચવા માટે આઠમા માળના ફ્લેટ પરથી કૂદી પડ્યા.”

અન્ય અહેવાલો અહીં અને અહીં વાંચી શકાય છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો તાજેતરમાં પાલમમાં લાગેલી આગની ઘટનાનો નથી, આ જૂન 2025નો એક જૂનો વીડિયો છે, જ્યાં દિલ્હીના દ્વારકામાં ઘરમાં લાગેલી આગથી બચવા માટે બહુમાળી ઇમારત પરથી કૂદીને ત્રણ લોકોના મોત થયા હતા.

Result Stamp

Title: દ્વારકાનો જૂનો વીડિયો તાજેતરમાં પાલમમાં લાગેલી આગની ઘટનાના નામે વાયરલ થઈ રહ્યો…જાણો શું છે સત્ય….

Fact Check By: FRANY KARIA

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *