આ વીડિયોમાં વાસ્તવિક ઘટના દેખાતી નથી. આ સોશિયલ મીડિયા પેજ રૌફ ટીવી દ્વારા બનાવેલ સ્ક્રિપ્ટેડ વીડિયો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનમાં એક નવપરિણીત હિન્દુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યું છે. ફૂટેજમાં માળા પહેરેલી એક મહિલાને શણગારેલી કારમાંથી બળજબરીથી બીજા વાહનમાં લઈ જવામાં આવી રહી છે. વીડિયો શેર કરનારા યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, “પાકિસ્તાનમાં હિન્દુ નવપરણિત મહિલાના અપહરણની આ વાસ્તવિક ઘટના છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 06 ફેબ્રુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનમાં હિન્દુ નવપરણિત મહિલાના અપહરણની આ વાસ્તવિક ઘટના છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગુગલ પર રિવર્સ ઇમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી અને પરિણામો પરથી અમને 21 નવેમ્બર 2025ના રોજ રૌફ ટીવી7 નામના પાકિસ્તાની ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર અપલોડ કરાયેલો સમાન વીડિયો પ્રાપ્ત થયો હતો.

વીડિયોની સમીક્ષા કરતી વખતે, અમે જોયું કે વીડિયો, અંગ્રેજી ડિસ્ક્લેમર “ડિસ્ક્લેમર: આ ફિલ્મ અને તેના પાત્રો કાલ્પનિક છે.” સાથે સમાપ્ત થાય છે. કેપ્શનમાં જ જણાવાયું છે કે તે એક ટૂંકી ફિલ્મનો ભાગ છે.
https://www.instagram.com/reel/DRTh-eqgoFb/
વધુમાં, અમે રૌફ ટીવીના સોશિયલ મીડિયા હેન્ડલ્સની સમીક્ષા કરી. આ જ વાયરલ વીડિયો તેમના ફેસબુક પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. પેજના વર્ણનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, તે એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે ટૂંકા ભાવનાત્મક કૌટુંબિક વાર્તાના વીડિયો બનાવે છે, જે પુષ્ટિ કરે છે કે વાયરલ ક્લિપ કાલ્પનિક છે અને વાસ્તવિક ઘટના નથી.”

પેજની નજીકથી તપાસ કરવાથી જાણવા મળે છે કે ઘણા ટૂંકા, સ્ક્રિપ્ટેડ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે, અને વાયરલ વીડિયોમાં દેખાતા ઘણા પાત્રો તે જ એકાઉન્ટના અન્ય વીડિયોમાં પણ દેખાય છે.

તેથી, એ સ્પષ્ટ છે કે વાયરલ વીડિયો વાસ્તવિક ઘટના નથી; તે એક સ્ક્રિપ્ટેડ વીડિયો છે જે રૌફ ટીવી નામના સોશિયલ મીડિયા પેજ દ્વારા બનાવવામાં આવ્યો છે અને અપલોડ કરવામાં આવ્યો છે, જે કાલ્પનિક ભાવનાત્મક વાર્તાઓ બનાવે છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયોમાં વાસ્તવિક ઘટના દેખાતી નથી. આ સોશિયલ મીડિયા પેજ રૌફ ટીવી દ્વારા બનાવેલ સ્ક્રિપ્ટેડ વીડિયો છે. જે ફક્ત મંનોરંજન માટે બનાવવામાં આવે છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર પાકિસ્તાનમાં નવ પરણિત હિન્દુ મહિલાનું અપહરણ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading


