ગાઝાનો વધુ એક જૂનો વીડિયો અમદાવાદ બ્લાસ્ટના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં મોટાભાગના વીડિયો અન્ય ઘટના અને સ્થળના વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે એક વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બિલ્ડિંગ બ્લાસ્ટથી ઉડી જઈ રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદમાં પ્લેન ક્રેશ દરમિયાન સીસીટીવીમાં કેદ થયેલો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 જૂન 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદમાં પ્લેન ક્રેશ દરમિયાન સીસીટીવીમાં કેદ થયેલો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વીડિયો 31 મે 2025ના ઈન્સ્ટાગ્રામ પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “એક નવી પદ્ધતિમાં, ઇઝરાયલ બહુમાળી રહેણાંક ઇમારતો પર બોમ્બમારો કરીને તેના નરસંહાર અભિયાનને વધુ તીવ્ર બનાવે છે. ઇઝરાયલે ચેતવણી આપી હતી કે તે તેના પર બોમ્બમારો કરશે તે પછી વીડિયોમાં દેખાતી ઇમારતને તેના લોકોથી ખાલી કરાવી દેવામાં આવી હતી. શું તમે જાણો છો કે ઓછામાં ઓછા 15 વર્ષથી કેટલા પરિવારો બેઘર બની ગયા છે? ફક્ત આ ઇમારત પર બોમ્બમારો કરીને? ઇઝરાયલે ગઈકાલે જ આ ઇમારત જેટલી ઊંચી 10 થી વધુ ઇમારતો પર બોમ્બમારો કર્યો.

તેમજ વધુ સર્ચ કરતા અમને આ જ સ્થળના અન્ય વીડિયો પણ પ્રાપ્ત થયા હતા. જે ટ્વિટર પર 1 જૂન 2025ના અપલોડ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ સમય દરમિયાનનો નથી, આ વીડિયો 31 મેના ઈઝરાયલ દ્વારા ગાઝા પર કરવામાં આવેલા હુમલા દરમિયાનનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:ગાઝાનો વધુ એક જૂનો વીડિયો અમદાવાદ બ્લાસ્ટના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *