તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીની હાલની પરિસ્થિતિના નામે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પાણી માટે વલખાં મારી રહેલી દિલ્હીની હાલની પરિસ્થિતિનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2009 માં દિલ્હીની જે પરિસ્થિતિ હતી એ સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kishan Pathak નામના ફેસબુક યુઝર દ્વારા 20 જૂન, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈસુદાન તારો કેજરીવાલ જો અન્ના હજારે ની જેમ ઘરભેગી નો થઈ ગયો હોત અને રાજનીતિ માં ના આવ્યો હોત, તો દિલ્હી ને આજે પણ પાણી માટે આમ વલખાં ના મારવા પડેત આ છે તારી કેજરુ ની દિલ્હી ની હકીકત. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પાણી માટે વલખાં મારી રહેલી દિલ્હીની હાલની પરિસ્થિતિનો છે.

screenshot-www.facebook.com-2021.06.22-18_10_54.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને alamy.com નામની વેબસાઈટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો પ્રાપ્ત થયો હતો. આ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ ફોટો વર્ષ 2009 માં દિલ્હીની સંજય કોલોની ખાતે પાણીની અછત સર્જાતાં ત્યાં સરકાર દ્વારા લોકો માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારનો છે. અદનાન નામના ફોટોગ્રાફરે આ ફોટો 30 જૂન, 2009 ના રોજ લીધો હતો. વધુમાં એ પણ માહિતી આપવામાં આવી છે કે, વર્ષ 2009 માં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની નહીં પરંતુ કોંગ્રેસની સરકાર હતી અને મુખ્યમંત્રી પદે સીલા દિક્ષિત કાર્યરત હતા. જેના પરથી એ સ્પષ્ટ કહી શકાય કે, આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

screenshot-www.alamy.com-2021.06.22-18_21_35.png

Archive

અમારી વધુ તપાસમાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સામાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. rediff.com | aajtak.in

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો અમને Aam Aadmi Party Delhi દ્વારા 19 જૂન, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ ભાજપના નેતા Vijay Goel દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટના જવાબમાં આ ફોટો વર્ષ 2009 નો હોવાનું જણાવવામાં આવ્યું છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2009 માં દિલ્હીની જે પરિસ્થિતિ હતી એ સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો દિલ્હીની હાલની પરિસ્થિતિનો છે...?

Fact Check By: Vikas Vyas

Result: False