શું ખરેખર ભારતીય ચલણ માંથી રૂપિયા 2000ની નોટ બંધ થઈ જશે….? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

P.D. Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘2000 ની નૌટૌ હૌય તૌ નીકાલ કરી નાખજૌ?’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 21 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. તેમજ 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 2000 રૂપિયાની નોટ ભારતીય ચલણમાં બંધ કરી દેવામાં આવશે.

FACEBOOK | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ-પ્રથમ તો અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને ધ્યાનથી સાંભળતા જાણવા મળ્યુ હતુ કે, તેમાં ક્યાંય પણ સરકારી તંત્ર દ્વારા આ માહિતી આપવામાં આવી હોવાની વાત ન કરી હતી. માત્ર લોક મુખે ચર્ચા હોવાની જ વાત કરવામાં આવી હતી. જે તમે સાંભળી શકો છો. પરંતુ આ દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે ગૂગલ પર ‘2000 रुपये की नोट बंध होगी’ લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, 2000ની નોટ બંધ થવાની અફવા ગત જાન્યુઆરી મહિનાથી ચાલી રહી છે. જેના પર સ્પષ્ટતા કરતા સુભાષચંદ્ર ગર્ગ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, હાલ સરકાર દ્વારા 2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યુ છે. તેનું કારણ એ છે કે, માર્કેટમાં 2000 રૂપિયાની નોટની માત્રા પુરતી છે. જે ટ્વીટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

તેમજ  LIVEHINDUSTAN.COM અને NAVJIVANINDIA.COM નો અહેવાલ અમને પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવ્યુ હતુ કે, 2000 રૂપિયાની નોટબંધ કરવાનો સરકારનો કોઈ વિચાર નથી. જે બંને અહેવાલ આપ નીચે વાંચી શકો છો.

LIVEHINDUSTAN.COM | ARCHIVE

NAVJIVANINDIA.COM | ARCHIVE

હાલના નાણામંત્રી નિર્મલા સિતારમણ ગુજરાતમાં અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. ત્યારે એક પત્રકારે પુછેલા સવાલ અંગેની સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ અંગે તેમને કોઈ માહિતી નથી. જે તમે નીચે સાંભળી શકો છો.

તેમજ આ પોસ્ટમાં બીજો પણ એક દાવો કરવામાં આવ્યો હતો કે, આરબીઆઈ દ્વારા તમામ અધિકારીની રજા રદ કરવામાં આવી છે. જો કે, આ વાત પર સ્પષ્ટતા કરતા આરબીઆઈ દ્વારા ટ્વીટ કરી માહિતી આપવામાં આવી હતી કે, આ વાત તદન ખોટી છે. આરબીઆઈ દ્વારા આ અંગે કોઈ આદેશ આપવામાં નથી આવ્યા. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવામાં અમને કોઈ સત્યતા પ્રાપ્ત થઈ ન હતી. કારણ કે. સરકાર દ્વારા રૂપિયા 2000ની નોટ બંધ કરવા અંગે કોઈ વિચારણા નથી કરવામાં આવી, તેમજ કોઈ આરબીઆઈ અધિકારીની રજા પણ રદ કરવામાં નથી આવી.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, સરકાર દ્વારા રૂપિયા 2000ની નોટ બંધ કરવા અંગે કોઈ વિચારણા નથી કરવામાં આવી, તેમજ કોઈ આરબીઆઈ અધિકારીની રજા પણ રદ કરવામાં નથી આવી.

Avatar

Title:શું ખરેખર ભારતીય ચલણ માંથી રૂપિયા 2000ની નોટ બંધ થઈ જશે….? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False