શું ખરેખર હાલમાં કાશ્મીરીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેની તસ્વીર છે....?જાણો શું છે સત્ય.....
Ishak K Asada નામના ફેસબુક યુઝર દ્વારા 19 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘कश्मीर जल रहा है। सरकार दुनिया को दिखाने नही दे रहे आप दिखाये कम से कम दुनिया को बताएं।ये ज़ालिम ज़ुल्म की इन्तेहाँ कर रहे है।’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 85 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કાશ્મીરીઓ પર હાલમાં પણ અત્યાર કરવામાં આવી રહ્યા છે તેની તસ્વીરો છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ ફોટો 24 ફેબ્રુઆરી 2019ના HasEEd hussii નામના ટ્વીટર યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ પોસ્ટમાં શેર કરવામાં આવેલા બીજા ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને કાશ્મીરગ્લોબલ.કોમ નામની વેબસાઈટ દ્વારા તારીખ 21-02-2012 ના એક આર્ટીકલ શેર કરવામાં આવ્યો હતો, જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે આપ નીચે જોઈ શકો છો.
ત્યારબાદ પોસ્ટમાં શેર કરવામાં આવેલી ત્રીજી ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, indiancruality.blogspot.com વેબ સાઈટ દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી 2019ના એક આર્ટીકલ શેર કરવામાં આવ્યો હતો, જેમાં આ ફોટોને શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ પોસ્ટમાં શેર કરવામાં આવેલા અન્ય ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને quora.com દ્વારા 26 જૂન 2017ના એક આર્ટીકલ શેર કરવામાં આવ્યો હતો. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા અન્ય ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને indiancruality.blogspot.com દ્વારા 20 ફેબ્રુઆરી 2019ના શેર કરવામાં આવેલા આર્ટીકલમાં આ ફોટોને શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ પોસ્ટમાં શેર કરવામાં આવેલા અન્ય ફોટોને અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, NASIRKHAN નામના યુઝર દ્વારા તેના 2 ફેબ્રુઆરી 2011ના અહેવાલમાં આ ફોટો શેર કર્યો હતો. જે તમે નીચેની લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.
ત્યારબાદ અમે અન્ય ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, kashmirfight.wordpress.com દ્વારા 23 સપ્ટેમ્બર 2018ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેમાં આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલા તમામ ફોટો હાલના નહીં પરંતુ ખૂબ જ જૂના છે. લોકોને ભ્રામક કરવા માટે ઉપરોક્ત પોસ્ટ શેર કરવામાં આવી છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા તમામ ફોટો હાલના નહીં પરંતુ ખૂબ જ જૂના છે. લોકોને ભ્રામક કરવા માટે ઉપરોક્ત પોસ્ટ શેર કરવામાં આવી છે.
Title:શું ખરેખર હાલમાં કાશ્મીરીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેની તસ્વીર છે....?જાણો શું છે સત્ય.....
Fact Check By: Yogesh KariaResult: False