શું ખરેખર યુએસમાં ફાફડા-જલેબી લેવા માટે લાંબી લાઈન લાગી હતી….? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Samast Patidar Samaj Trust નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. US મા દશેરા ના દિવસે પટેલ બૃધસઁ માં ફાફડા – જલેબીની લાઇન. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 71 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, યુએસમાં દસેરાના દિવસે ફાફડાજલેબી લેવા માટે લાંબી લાઈન લાગી હતી.”

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયો અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

ત્યારબાદ એ જાણવું જરૂરી હતુ કે, યુએસમાં આવેલા આ પટેલ સ્ટોર્સમાં ફાફડા-જલેબી બનાવવામાં આવે છે કે કેમ, તેથી અમે ગૂગલ પર “Patel brothers celebrating our food our culture” લખતા અમને તેમની ઓફિશિયલ વેબસાઈટ મળી હતી. તેમાં ક્યાંય પણ ફાફડા-જલેબી વહેંચવામાં આવતા હોવાનું જાણવા મળ્યુ ન હતુ. 

ત્યારબાદ અમે ફેસબુક પર પટેલ સ્ટોર્સનું ઓફિશિયલ પેજ શોધતા અમને Patel Brothers  નામથી એક ઓફિશિયલ પેજ પ્રાપ્ત થયુ હતુ, જેમાં 5 ઓક્ટોબરના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં લખેલુ હતુ કે, “Hundreds of customers lined up to celebrate the Patel Brothers Grand Opening in Niles, IL. Thank you all for your support! Read all about the opening of the new store in the article below.”  અર્થાત નાઈલ્સમાં પટેલ બ્રધર્સ ગ્રાન્ડ ઓફનિંગની ઉજવણીમાં સેંકડો ગ્રાહકો લાઈનમાં આવ્યા હતા. આઈએલ તમારા સપોર્ટ બદલ આભાર, નીચેના અહેવાલમાં નવા સ્ટોરના ઉદઘાટન વિશેની માહિતી આપવામાં આવી છે.આ પોસ્ટ તમે નીચે જોઈ શકો છો. 

PATEL BROTHERS.png

FACEBOOK

તેમજ JOURNAL-TOPICS.COM નો આર્ટિકલ તમે નીચે વાંચી શકો છો. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અને JOURNAL-TOPICSના આર્ટિકલમાં જે ફોટો શેર કરવામાં આવેલા તે મળતા આવતા હતા. 

JOURNAL TOPICS.png

ARCHIVE

ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પટેલ બ્રધર્સના સ્ટોરના ઓપનિંગ વખતે આ પ્રકારે લાંબી લાઈન લાગી હતી. દસેરાના ફાફડા – જલેબી લેવા માટે લાંબી લાઈન લાગી હોવાની વાત ખોટી સાબિત થાય છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પટેલ બ્રધર્સના સ્ટોરના ઓપનિંગ વખતે આ પ્રકારે લાંબી લાઈન લાગી હતી. દસેરાના ફાફડા – જલેબી લેવા માટે લાંબી લાઈન લાગી હોવાની વાત ખોટી સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર યુએસમાં ફાફડા-જલેબી લેવા માટે લાંબી લાઈન લાગી હતી….? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •