શું ખરેખર પત્નીએ પહેરેલા સ્ટોકિંગ્સને સાપ સમજીને પતિએ પગ ભાગી નાખ્યા…? જાણો શું છે સત્ય…

આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

News18 Gujarati  નામના એક ફેસબુક પેજ દ્વારા  11 જાન્યુઆરી, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ફેશન હંમેશા સમજણથી કરવી જોઈએ. જો સમજણ વગર ફેશન કરવામાં આવે તો તમારી સાથે પણ આવી ઘટના ઘટી શકે છે.  ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 1000 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 4 લોકો દ્વારા તેના પર પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમજ 136 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકો દ્વારા આ માહિતીને શેર કરવામાં આવી હતી જેથી તેનું સત્ય જાણવા અમે અમારી પડતાલ/તતપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Face book | Archive

ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા આ અહેવાલમાં એવું લખવામાં આવ્યું છે કે, આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. વાત એવી છે કે એક પત્નીએ પોતાના પતિને રિઝવવા માટે સાંપ જેવા દેખાતા સ્ટોકિંગ્સ (લાંબા મોજા)ના વસ્ત્રો પહેર્યા હતા. આ અજીબ લાગતા વસ્ત્રો પહેરીને તે બેડ પર આરામ ફરમાવી રહી હતી. પતિ ઘરમાં આવ્યો તો તેણે આ ડ્રેસને સાપ સમજી લીધો હતો. આ કારણે બેઝબોલથી તેની પિટાઈ શરુ કરી દીધી હતી. ધોલાઈ કરતા પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

વધુમાં પાકિસ્તાની કોમ્યુનિટી ઈન ઓસ્ટ્રેલિયા દ્વારા પણ આ માહિતીને શેર કરવામાં આવી હતી જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-archive.is-2019.06.13-20-32-44.png

ARCHIVE-FACEBOOK

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ માહિતીને જ્યારે આપણે વાંચીએ ત્યારે પોસ્ટમાં દર્શાવેલા ફોટો જોઈને એ શંકા ઉભી થાય છે કે, શું સ્ટોકિંગ્સ પહેરેલા પગ અને બાજુમાં પાટાવાળો ઘાયલ પગ એક જ છે? અને જો હોય તો પણ ફોટોમાં એ મહિલાનો ચહેરો કેમ નથી બતાવ્યો?  આ ઉપરાંત ત્રણ અલગ અગલ ફોટો અને ઘટનાની બાબતમાં ખૂબ જ ઓછી માહિતી ભ્રમ પેદા કરનારી લાગે છે. જેના પગલે અમારા સંશોધનમાં જે બાબતો અમને જાણવા મળી એ નીચે પ્રકારે છે.

1.જ્યારે અમે ફેસબુક પોસ્ટમાં મૂકવામાં આવેલા ત્રણેય ફોટોને ગુગલ રિવર્સ ઈમેજમાં સર્ચ કરીને જોયું તો અમને જાણવા મળ્યું કે, ઘણા બધા મીડિયા દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. ઘણી બધી તપાસ કર્યા બાદ અમને ટ્વિટર પર બે એવા એકાઉન્ટ મળ્યા કે જ્યાં અમને સ્ટોકિંગ્સ પહેરેલા આ બંને ફોટો પ્રાપ્ત થયા. જેમાંથી એક એકાઉન્ટ mimi  નું  છે કે જે એક જાપાની કંપની છે. જે આ પ્રકારે પ્રાણીઓના આકારની પહેરવા માટેની વસ્તુઓ બનાવે છે. આ બંને ફોટો તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

ARCHIVE mimi

2.યુક્કા નામે એક બીજું ટ્વિટ પ્રાપ્ત થયું એ પણ જાપાની ભાષામાં હતું. આ ટ્વિટમાં પણ પોસ્ટમાં દર્શાવેલા બંને ફોટો જોઈ શકાય છે. અને આ જાપાની પોસ્ટને અંગ્રેજી ભાષાંતરણ સાથે નીચે જોઈ શકાય છે.

ARCHIVE TWITTER

image1.png
image2.png

3.પોસ્ટમાં દર્શાવવામાં આવેલો ત્રીજો ફોટો wordpress.com  પરથી લેવામાં આવ્યો છે. વાસ્તવમાં આ ફોટો વાગ્યા પર કઈ રીતે ટાંકા લેવામાં આવે છે ને પાટો બાંધવામાં આવે છે એ પ્રશિક્ષણ આપતી માહિતીનું વિવરણ દર્શાવે છે જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

ARCHIVE-WORDPRESS

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવેલા ફોટો બે અલગ અલગ ટ્વિટર પરથી લેવામાં આવ્યા છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પત્નીએ પહેરેલા સ્ટોકિંગ્સને સાપ સમજીને પતિએ પગ ભાગી નાખ્યા…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False