શું ખરેખર મહિલા પત્રકારે સરકારને સવાલ પુછતા તેના પર હુમલો કરાયો..? જાણો શું છે સત્ય..

False સામાજિક I Social

Sweta Mehta દ્વારા 10 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “सरकार से सवाल पूछने पर मुम्बई की वरिष्ठ महिला पत्रकार नितिका राव जी के ऊपर हुआ प्राणघातक हमला!!!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 129 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 9 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 26 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સરકારને સવાલ પુછવા પર મહિલા પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ, અમે પત્રકાર નિતિકા રાવ વિશે ફેસબુક,  લિંક્ડઇન અને ટ્વિટર પર આ અંગે શોધવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. પરંતુ અમને વિશેષ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.

ત્યારબાદ મુંબઈ પોલીસની વેબસાઈટ પર અમે આ વિશે માહિતી શોધવા પ્રયત્ન કરતા અમને કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે મરાઠી નીતિકા રાવને શોધવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. દરમિયાન બિહાર ન્યૂઝ એક્સપ્રેસ.સુરેશ ગુપ્તાના દ્વારા 23 નવેમ્બર 2017ના પ્રસારિત કરવામાં આવેલા સમાચાર અમને પ્રાપ્ત થયા હતા. આ પોસ્ટમાં, નીતિકા રાવને ઓલ ઇન્ડિયા જર્નાલિસ્ટિક સિક્યુરિટી કમિટિના મહારાષ્ટ્ર સ્ટેટ પ્રેસિડેન્ટ જાહેર કરવામાં આવ્યા છે.

ARCHIVE

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના જિલ્લા અધ્યક્ષ હાશિમ અહમદ દ્વારા મહિલા પત્રકાર પર હુમલાની નિંદા કરી હતી. અને હુમલાખોરોને તાત્કાલિક પકડવાની માંગ કરી હતી.

પત્રકાર નીતિકા રાવ પર હુમલાને લઈ સોશિયલ મિડિયા પર ઘણી પોસ્ટ જોવા મળી હતી. પરંતુ તેમના પર હુમલાનું મુખ્ય કારણ તેમના દ્વારા એક બિલ્ડરનું બાધકામ અટકાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

બુમ વેબસાઈટ દ્વારા જ્યારે નીતિકા રાવ સાથે આ અંગે વાત કરવામાં આવી હતી. ત્યારે તેમણે આ વાતને નકારી કાઢી હતી અને જણાવ્યુ હતુ કે સરકારને પ્રશ્ન પુછતા મારા પર હુમલો થયો તે વાત ખોટી છે.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. મુંબઈના વરિષ્ઠ મહિલા પત્રકાર નીતિકા રાવ દ્વારા સરકારને પ્રશ્નો પૂછાતા હુમલો કરવામાં આવ્યો ન હતો. ઓલ ઈન્ડિયા જર્નાલિસ્ટ્સ સિક્યોરિટી કમિટીએ કહ્યું છે કે વિરોધીઓ દ્વારા તેમના ગેરકાયદેસર કાર્ય માટે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. ફ્રેક્ટ ક્રેસેન્ડોની ચકાસણીમાં આ પોસ્ટ અવાસ્તવિક સાબિત થાય છે.

Avatar

Title:શું ખરેખર મહિલા પત્રકારે સરકારને સવાલ પુછતા તેના પર હુમલો કરાયો..? જાણો શું છે સત્ય..

Fact Check By: Frany Karia 

Result: False