
Social Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 2000 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 68 લોકોએ આ પોસ્ટ પર પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2608 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે. આયુષ્માન યોજનાનો લાભ તમામ નાગરિકોને મળશે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો આર્ટીકલ ધ્યાનથી વાંચ્યો તો તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 10 કરોડ પરિવારને એટલે કે 55 કરોડ જેટલા લોકોને જ આ યોજનાનો લાભ મળી શકે તેમ છે. આમ, આર્ટીકલના પહેલા ફકરામાં જ હેડલાઈનનો વિરોધાભાષ દેખાય છે. જે આપ નીચે વાંચી શકો છો.

જો કે, અમારી પડતાલને વધુ મજબુત કરવા અમે ગૂગલના માધ્યમથી કેટલા લોકોને આ યોજનાનો લાભ મળે તે જાણવા પ્રયત્ન હાથ ધર્યા હતા. દરમિયાન 31 ડિસેમ્બર 2018ના ઈકોનોમિક્સ ટાઈમ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવેલો અહેવાલ અમને પ્રાપ્ત થયો હતો. જે કોને-કોને આ યોજનાનો લાભ મળે છે, તે જણાવ્યુ હતુ. પરંતુ તમામ નાગરિકોને આ યોજનાનો લાભ મળશે તેવું જણાવવામાં આવ્યુ ન હતુ. જે આપ નીચે વાંચી શકો છો.

ત્યારબાદ અમે ગુજરાતના આયુષ્માન યોજનાના સ્ટેટ નોડલ ઓફિસર ડો. નિતેશ શાહ સાથે વાત કરતા તેમણે અંમને જણાવ્યુ હતુ કે, “આ યોજનાનો લાભ તમામ લોકોને મળે તે વાત ખોટી છે. સરકાર દ્વારા તૈયાર કરેલા SECC ડેટામાં તમારૂ નામ હોય તો જ તમને આ યોજનાનો લાભ મળે છે. જ્યારે ગુજરાતમાં મા કાર્ડ તેમજ મા વાત્સલ્ય કાર્ડ ધારકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.”

આમ, પોસ્ટમા કરવામાં આવેલા દાવા મુજબ આ યોજનાનો લાભ તમામ નાગરિકોને મળે છે, તે વાત ખોટી છે. જ્યારે પોસ્ટમાં કરવામાં આવેલા અન્ય દાવાઓ સત્ય છે.
પરિણામ
આમ, પોસ્ટ અમારી પડતાલમાં મિશ્રિત સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમા કરવામાં આવેલા દાવા મુજબ આ યોજનાનો લાભ તમામ નાગરિકોને મળે છે, તે વાત ખોટી છે. જ્યારે પોસ્ટમાં કરવામાં આવેલા અન્ય દાવાઓ સત્ય છે.

Title:શું ખરેખર આયુષ્માન યોજનાનો લાભ તમામ નાગરિકને મળશે….? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Mixture
