બ્રાઝિલ ખાતે હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો અમૃતસરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Chanakya Thakor નામના ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Only possible India Amritsar ratan singh chowk helicopter naal truck da accident . આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો અમૃતસરનો છે. આ પોસ્ટને 9 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 191 લોકોએ આ વીડિયોને જોયો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.24-21_04_35.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો અમૃતસરનો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને dailymail.co.uk  દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર 21 જાન્યુઆરી, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, બ્રાઝિલના રિયો બ્રાંકો ખાતે પોલીસનું એક હેલિકોપ્ટર ઉડવાની કોશિશ કરી રહ્યું હતું ત્યારે એક ટ્રક તેની પાંખો સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેનો વીડિયો પણ તમે સમાચારમાં જોઈ શકો છો. 

image2.png

Archive

અમારી વધુ તપાસમાં અમને The Gaming FireFighter નામની યુટ્યુબ ચેનલ દ્વારા પણ આ વીડિયો 25 જાન્યુઆરી, 2020 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે, એક અકલ્પનીય અકસ્માત. બ્રાઝિલ ખાતે મેડિકલ વેસ્ટ લઈ જતા ટ્રક અને હેલિકોપ્ટર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો અમૃતસરનો નહીં પરંતુ બ્રાઝિલ ખાતે બનેલી દુર્ઘટનાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો અમૃતસરનો નહીં પરંતુ બ્રાઝિલ ખાતે બનેલી દુર્ઘટનાનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:બ્રાઝિલ ખાતે હેલિકોપ્ટર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતનો વીડિયો અમૃતસરના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False