શું ખરેખર પદ્મશ્રી વિજેતા ડૉ.એચ.એલ.ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Anand Italia નામના ફેસબુક યુઝર દ્વારા 25 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં મુકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પદ્મશ્રી વિજેતા કિડનીના સ્પેશ્યાલિસ્ટ ડૉ.એચ.એલ.ત્રિવેદીનું આજે એટલે કે 25 જુલાઈ, 2020 ના રોજ નિધન થયું છે. આ પોસ્ટને 1200 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 1400 થી વધુ લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 453 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.07.31-19_23_15.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પદ્મશ્રી વિજેતા કિડનીના સ્પેશ્યાલિસ્ટ ડૉ.એચ.એલ.ત્રિવેદીનું આજે એટલે કે 25 જુલાઈ, 2020 ના રોજ નિધન થયું છે કે કેમ? એ જાણવા માટે અમે ગુગલનો સહારો લઈ સર્ચ કરતાં અમને ZEE24KALAK દ્વારા 3 ઓક્ટોમ્બર, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, કિડની સ્પેશ્યાલિસ્ટ ડૉ.એચ.એલ.ત્રિવેદીનું 87 વર્ષની વયે અમદાવાદની કિડની હોસ્પિટલ ખાતે 2 ઓક્ટોમ્બર, 2019 ના રોજ બપોરે 2.35 કલાકે નિધન થયું હતું. જે સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ માહિતી સાથે અન્ય મીડિયા હાઉસ દ્વારા પણ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. gstv.in | sandesh.com | zeenews.india.com

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પદ્મશ્રી વિજેતા કિડની સ્પેશ્યાલિસ્ટ ડૉ.એચ.એલ.ત્રિવેદીનું 25 જુલાઈ, 2020 ના રોજ નહીં પરંતુ 2 ઓક્ટોમ્બર, 2019 ના રોજ નિધન થયું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પદ્મશ્રી વિજેતા કિડની સ્પેશ્યાલિસ્ટ ડૉ.એચ.એલ.ત્રિવેદીનું 25 જુલાઈ, 2020 ના રોજ નહીં પરંતુ 2 ઓક્ટોમ્બર, 2019 ના રોજ નિધન થયું હતું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પદ્મશ્રી વિજેતા ડૉ.એચ.એલ.ત્રિવેદીનું તાજેતરમાં નિધન થયું છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False