ભગવો ધ્વજ ફાળનાર ધારાસભ્યને લોકો દ્વારા દોડાવી-દોડાવીને માર મારવામાં આવ્યો...? જાણો શું છે સત્ય....
તાજેતરમાં, રાજસ્થાનના ગંગાપુરના અપક્ષ ધારાસભ્ય રામકેશ મીણાની હાજરીમાં, જયપુરના અંબાગ કિલ્લા પર ભગવા રંગના ધ્વજને ફાડી દેવાયો હતો. આ ઘટનાનો એક વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, તે વિડિયોમાં તમે જોઈ શકો છો કે સફેદ રંગના કપડા પહેરેલા માણસની પાછળ દોડી રહેલા લોકોના ટોળાએ તેને ફટકારયો હતો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાયરલ થયેલા વિડિયોમાં લોકો જેને માર મારી રહ્યા છે તે કોંગ્રેસના ધારાસભ્ય છે. જેણે થોડા દિવસો પહેલા જયપુરમાં ભગવો ધ્વજ ફાડ્યો હતો.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને હાલમાં ધ્વજ ફાળવાની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી. રામકેશ મીણાને માર મારવાનો આ વિડિયો 2 એપ્રિલ, 2018 નો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
HiteshKumar R Rajguru Dhanera નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂલાઈ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાયરલ થયેલા વિડિયોમાં લોકો જેને માર મારી રહ્યા છે તે કોંગ્રેસના ધારાસભ્ય છે. જેણે થોડા દિવસો પહેલા જયપુરમાં ભગવો ધ્વજ ફાડ્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત વિડિયોમાં આપેલી માહિતી અને દાવા માટે ગૂગલ પર કીવર્ડ શોધ કરીને તપાસ શરૂ કરી, પરિણામે અમને ન્યુઝ 18 દ્વારા 7 એપ્રિલ 2018ના પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો, આ અહેવાલ મુજબ, આ વિડિઓ વર્ષ 2018 નો છે જ્યારે એસસી-એસટી એક્ટમાં થયેલા ફેરફારો સામે વિરોધ થયો હતો અને 2 એપ્રિલ 2018 ના રોજ, આ આંદોલન હેઠળ ભારત બંધ કરાયું હતું. તે દરમિયાન રામકેશ મીણા વિરોધીઓ સાથે વાત કરવા સવાઈ માધોપુરના ગંગાપુર સિટી પહોંચ્યા હતા પરંતુ તેના પર હુમલો થયો હતો અને તેના કપડા ફાટી ગયા હતા.
તેમજ અમને આ વિડિયો યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. આ વિડિયો તારીખ 10 એપ્રિલ 2018ના અપલોડ કરવામાં આવ્યો હતો. જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “ગંગાપુર સિટીમાં પૂર્વ ધારાસભ્ય રામકેશ મીણાને દોડીને માર મારવામાં આવ્યો હતો.”
આ પછી ફેક્ટ ક્રેસેન્ડોએ સવાઈ માધોપુરના એસપી રાજેશ સિંહનો સંપર્ક સાધ્યો હતો અને તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે “વિડિયો જે વાયરલ થઈ રહ્યો છે તે ઘટના હાલમાં બની નથી. આવી ઘટના થોડા વર્ષો પહેલા બની હતી. હાલમાં ગંગાપુર શહેરમાં રામકેશ મીણાજી સાથે આવું કંઈ થયું નથી.”
આ પછી, અમે જાણવાની કોશિશ કરી કે અંબાગઢ કિલ્લાથી ધ્વજને ફાડી નાખવા અને ફેંકવાના મામલે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ વર્ષે 24 જુલાઈના રોજ ટાઇમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રકાશિત એક ન્યૂઝ લેખ મુજબ, આ મામલે ક્રોસ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મીણા સમુદાય અને રામકેશ મીણા અને લોકોએ ભગવો ધ્વજ ફાળવા અંગે પોતાનો રોષ વ્યક્ત કરતાં બંનેએ એક બીજા સામે એફઆઈઆર નોંધાવી છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને હાલમાં ધ્વજ ફાળવાની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી. રામકેશ મીણાને માર મારવાનો આ વિડિયો 2 એપ્રિલ, 2018 નો છે.
Title:ભગવો ધ્વજ ફાળનાર ધારાસભ્યને લોકો દ્વારા દોડાવી-દોડાવીને માર મારવામાં આવ્યો...?
Fact Check By: Yogesh KariaResult: False