શું ખરેખર કંગના રાનાઉત દ્વારા ઝાંસીની રાણીનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…..

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કંગના રાણાવત શું કહી રહી છે જુઓ મિત્રો યે ઝાંસી કી રાની ક્યા મેરી ચાચી લગતી હૈ ??તેની નજર માં ઝાંસી ની રાણી ની કેટલી ઈજ્જત છે તે આપ જોઈ શકો છો હવે શું કહેશો અંધ ભક્તો ??” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 107 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 95 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કંગના રાનાઉત દ્વારા ઝાંસીની રાણીનું અપમાન કરવામાં આવ્યુ.

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. કંગના રાનાઉત દ્વારા જો ઝાંસીનું રાણીનુ અપમાન કરવામાં આવ્યુ હોય તો દેશના તમામ મિડિયા સંસ્થાનો દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

દરમિયાન અમને મુંબઈ તક ચેનલનો 7 ફેબ્રુઆરી 2019નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં કંગનાનું આ જવાબ પરનું સંપૂર્ણ ઈન્ટરવ્યુ પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, રિપોર્ટર દ્વારા કંગનાને સવાલ પુછવામાં આવ્યો હતો કે, “ઝાંસી કી રાનીને બીજા અભિનેતાઓ દ્વારા શા માટે પ્રમોટ ન કરવામાં આવી.?

જેના જવાબમાં કંગના જણાવે છે કે, “ઝાંસીની રાણી મારી ચાચી થોડી છે. જેટલી તે તમારી છે તેટલી મારી પણ છે. મારા વિરૂધ્ધ બધા ગેંગ બનાવી બેઠા છે.” ટૂંકમાં તેમના દ્વારા ઝાંસીની રાણીનું અપમાન નથી કરવામાં આવ્યુ. પરંતુ વ્યંગ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એટલુ તો સ્પષ્ટ થાય છે કે, પોસ્ટ સાથે જે વિડિયો છે હાલમાં કંગનાના મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ઉધભવેલા તણાવને લઈ કંગનાની છબી ખરાબ કરવાના ઉદેશથી ફેલાવવામાં આવી રહ્યો છે. તમે વાયરલ વિડિયો અને ઓરિજનલ વિડિયો વચ્ચેનો તફાવત નીચે જોઈ શકો છો. 

તેમજ ફિલ્મી જગત પર સતત રિપોર્ટિગ કરતી ચેનલો ફિલ્મીબીટ, વાયરલબોલીવીડ દ્વારા પણ કંગનાના આ ઈન્ટવ્યુને વિસ્તૃત અને સમજાય તે રીતે પ્રકાશિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અડધો છે. કંગનાના અધૂરા ઈન્ટરવ્યુને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ છે. કંગના દ્વારા વ્યંગ કરવામાં આવ્યો હતો. 

Avatar

Title:શું ખરેખર કંગના રાનાઉત દ્વારા ઝાંસીની રાણીનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…..

Fact Check By: Yogesh Karia 

Result: False