આંધ્રપ્રદેશમાં નદીના પાણીમાં તણાઈ રહેલી કારનો વીડિયો મહારાષ્ટ્રના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ગીર ની ખેતીવાડી. નામના ફેસબુક પેજ દ્વારા 23 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ખોટી ઉતાવળ કરવાથી જિંદગી કેટલી મુસીબતમાં મુકાઈ જાય છે તે જુઓ…. આ વિડીયો મહારાષ્ટ્ર રાજ્ય નો છે…!. પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નદીના ધસમસતા પાણીમાં તણાઈ રહેલી કારનો વીડિયો મહારાષ્ટ્રનો છે. આ પોસ્ટને 250 લોકોએ લાઈક કરી હતી. 11 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 94 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર નદીના ધસમસતા પાણીમાં તણાઈ રહેલી કારનો વીડિયો મહારાષ્ટ્રનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને કારની આગળ પસાર થતી એક બસ નજરે પડે છે જેની નંબર પ્લેટ AP તી ચાલુ થાય છે એટલે કે, એ બસ આંધ્રપ્રદેશની હોવાનું સ્પષ્ટ સાબિત થાય છે. વધુમાં ગાડીનો નંબર પણ AP તી જ ચાલુ થતો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને TV9 Bharatvarsh નામની સમાચાર ચેનલ દ્વારા 30 જુલાઈ, 2020 ના રોજ તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આંધ્રપ્રદેશના અનંતપુર ખાતે આવેલા પૂરને કારણે એક કાર નદીના ધસમસતા પાણીમાં તણાઈ ગઇ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ABP NEWS HINDI | Dainik Jagran 

અમારી વધુ તપાસમાં અમને amarujala.com દ્વારા પણ આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ એજ માહિતી આપવામાં આવી હતી કે, આ ઘટના આંધ્રપ્રદેશના અનંતપુર ખાતે બની હતી. કારમાં બે વ્યક્તિ સવાર હતા. આ બંનેને સ્થાનિક લોકોની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો મહારાષ્ટ્રનો નહીં પરંતુ આંધ્રપ્રદેશના અનંતપુર ખાતે પૂરને કારણે નદીના ધસમસતા પાણીમાં તણાઈ રહેલી કારનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો મહારાષ્ટ્રનો નહીં પરંતુ આંધ્રપ્રદેશના અનંતપુર ખાતે પૂરને કારણે નદીના ધસમસતા પાણીમાં તણાઈ રહેલી કારનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:આંધ્રપ્રદેશમાં નદીના પાણીમાં તણાઈ રહેલી કારનો વીડિયો મહારાષ્ટ્રના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False