
હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે. સામાન્ય લખાણ સાથે વાયરલ થઈ રહેલા આ મેસેજમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, યુપીમાં ફૈજાબાદ સ્ટેશનનું નામ બદલી અને અયોધ્યા કૈન્ટ રાખવામાં આવ્યુ છે. અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી.
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ નામ બદલવાની વિચારણ ચાલી રહી છે. પરંતુ તે અંગેની હજુ કોઈ સતાવાર જાહેરાત કરવામાં નથી આવી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Yogi Mahendrabhai Raval નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 નવેમ્બર 2020ના Gujarat Thoughts નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ફૈજાબાદ સ્ટેશનનું નામ બદલી અને અયોધ્યા કૈન્ટ રાખવામાં આવ્યુ છે. અને તેની જાહેરાત પણ કરી દેવામાં આવી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ અંગે જૂદા-જૂદા મિડિયા દ્વારા પ્રસારિત ઘણા અહેવાલો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને નવભારત ટાઈમ્સનો તારીખ 3 નવેમ્બર 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “ફૈજાબાદ જંક્શનના નામ બદલવા પર વિચારણા ચાલી રહી છે. જે અંગે સાંસદ લલ્લૂ સિંહ દ્વારા પિયૂષ ગોયલને વાત પણ કરવામાં આવી હતી.”

તેમજ વધુ તપાસ કરતા અમને અમરઉજાલાનો તારીખ 7 નવેમ્બર 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઉત્તર રેલવે લખનઉ મંડળના ડીઆરએણ સંજય ત્રિપાઠી દ્વારા વારાણસીમાં કૈંટ રેલવે સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, “ફૈજાબાદ સ્ટેશનનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે. તેમણે એ પણ જણાવ્યુ હતુ કે ફૈજાબાદનું નામ અયોધ્યા કૈંટ રાખવામાં આવશે. જેનાથી અયોધ્યા આવવા વાળા શ્રધ્ધાળુઓને સહેલાય થશે.”

ત્યારબાદ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કર્યુ હતુ પરંતુ ફૈજાબાદ સ્ટેશનનું નામ બદલી નાખવામાં આવ્યુ હોવાની કોઈ ઘોષણા કરવામાં આવી હોવાની માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે લખનઉ મંડળના ડીઆરએમ સંજય ત્રિપાઠી જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ અંગે હજુ સતાવાર જાહેરાત નથી કરવામાં આવી, ટૂંક સમયમાં આ અંગેની સતાવાર જાહેરાત કરવામાં આવશે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, આ નામ બદલવાની વિચારણ ચાલી રહી છે. પરંતુ તે અંગેની હજુ કોઈ સતાવાર જાહેરાત કરવામાં નથી આવી.

Title:શું ખરેખર ફૈજાબાદ સ્ટેશનનું નામ અયોધ્યા કૈન્ટ જાહેર કરી દેવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Misleading
