શું ખરેખર સુર્ય અને ચંદ્ર એક જ ફોટોમાં ફોટોગ્રાફરે કેન્દ્રિત કર્યા હતા…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખૂબ જ મોટા ઝાડ વચ્ચે સૂર્ય અને ચંદ્ર બંને જોઈ શકાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જર્મન ફોટોગ્રાફર દ્વારા આ પ્રકારનો ફોટો લેવા માટે 16 કેમેરાની મદદથી 62 દિવસની રાહ જોયા બાદ આ ફોટો લઈ શક્યો હતો.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, “આ ફોટોમાં ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે, ઓરિજનલ ફોટોમાં સૂર્ય છે જ્યારે ચંદ્રને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

My Baroda નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જર્મન ફોટોગ્રાફર દ્વારા આ પ્રકારનો ફોટો લેવા માટે 16 કેમેરાની મદદથી 62 દિવસની રાહ જોયા બાદ આ ફોટો લઈ શક્યો હતો.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને વર્ષ 2018ની એક ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પણ આ જ દાવા સાથે આ ફોટો શેર કરવામાં આવી રહ્યો હતો. તે પરથી સ્પષ્ટ હતુ કે, આ ફોટો હાલનો નથી. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને જૂદા-જૂદા કીવર્ડ અને અન્ય વેબસાઈટની મદદ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઓરિજનલ ફોટો વર્ષ 2012માં કોસોવેન ફોટોગ્રાફર બેસ હામિતિ દ્વારા લેવામાં આવ્યો હતો. જેને તેમણે ઓનલાઈન સાર્વજનિક પણ કર્યો હતો.  

FLICKR.COM 

500px.com નામની ફોટોશેરિંગ વેબસાઈટ પર બેસ હામિતિ દ્વારા જાન્યુઆરી 2017માં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો શેર કરી જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટોમાં ફોટોશોપના માધ્યમથી એડિટેડ કરવામાં આવ્યુ હતુ. 

બેસા હામિતિ દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર 29 ઓક્ટોબર 2012ના એક વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં ઓરિજનલ ફોટોમાં કેવી રીતે ફોટોશોપના માધ્યમથી એડિટેડ કરવામાં આવી રહ્યુ છે તે બતાવવામાં આવી રહ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. આ ફોટોમાં ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો છે, ઓરિજનલ ફોટોમાં સૂર્ય છે જ્યારે ચંદ્રને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યો હતો.

Avatar

Title:શું ખરેખર સુર્ય અને ચંદ્ર એક જ ફોટોમાં ફોટોગ્રાફરે કેન્દ્રિત કર્યા હતા…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Altered

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •