With Congress Gujarat નામના ફેસબુક પેજ દ્વારા 24 સપ્ટેમ્બર,2019 ના રોજ એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હ્યુસ્ટનમાં nrg સ્ટેડિયમની બાજુમાં શોપિંગ મોલ ઉભો કરાયેલો.જેમાં અનેક દેશના લોકો એમની ચીજ વસ્તુ વેચવા આવેલા.ત્યાં nri ભારતીયએ શું કર્યું જુઓ વિડીયો.#TSS#આ અત્યંત શરમજનક ઘટનાની ફરિયાદ આ મહિલાએ અમેરિકન વિઝા ઓફિસના ઇન્ડિયન ડેસ્કઃને પણ કરી છે.મેરા ભારત મહાન.આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં અમેરિકાના જે સ્ટેડિયમ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા NRI ભારતીયોને સંબોધવામાં આવ્યા હતા તે NRG સ્ટેડિયમની બહાર એક શોપિંગ મોલ ઉભો કરાયો હતો. જેમાં ચોરી કરતા NRI મહિલા પકડાઈ હતી. આ પોસ્ટને 12 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 3 વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 5 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.09.24-18_08_18.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો ખરેખર તાજેતરમાં કોઈ ભારતીય NRI મહિલા અમેરિકાના હ્યુસ્ટન ખાતે શોપિંગ મોલમાં ચોરી કરતાં પકડાઈ હોય તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને કોઈને કોઈ મીડિયા હાઉસ દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોત. એટલા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ अमेरिका के ह्यूस्टन के शॉपिंग मॉल में चोरी करते पकडी गइ भारतीय NRI महिला સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.09.24-18_22_58.png

Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી તપાસ આગળ વધારતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને INVID ટુલ્સની મદદથી કિફ્રેમ્સ દ્વારા શોધવાની કોશિશ કરતાં અમને Dhoom TV દ્વારા 30 ઓક્ટોમ્બર, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયો પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો જ હતો. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, દુબઈમાં ભારતીય મહિલા ચોર. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.youtube.com-2019.09.24-18_29_28.png

Archive

આ પરથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં જ્યારે પ્રધાનમંત્રીએ અમેરિકાના હ્યુસ્ટન ખાતે NRG સ્ટેડિયમમાં NRI ભારતીયોને સંબોધ્યા ત્યારનો નહીં પરંતુ વર્ષ 2015 એટલે કે ચાર વર્ષ પહેલાનો છે.

અમારી વધુ તપાસમાં અમને Ahmed khan દ્વારા પણ આજ વીડિયો 30 ડિસેમ્બર, 2017 ના રોજ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અંતમાં અમને PakNews.TV દ્વારા પણ આજ વીડિયોને 17 ડિસેમ્બર, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.paknews.tv-2019.09.24-18_40_43.png

paknews.tv | Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ વીડિયો 4 વર્ષ જૂનો એટલે કે વર્ષ 2015 નો છે. તાજેતરમાં કોઈ ભારતીય NRI મહિલા અમેરિકાના હ્યુસ્ટન ખાતે ચોરી કરતી પકડાઈ હોવાની માહિતી ક્યાંય સાબિત થતી નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વીડિયો 4 વર્ષ જૂનો એટલે કે વર્ષ 2015 નો છે. તાજેતરમાં કોઈ ભારતીય NRI મહિલા અમેરિકાના હ્યુસ્ટન ખાતે ચોરી કરતી પકડાઈ હોવાની માહિતી ક્યાંય સાબિત થતી નથી.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર અમેરિકાના હ્યુસ્ટનમાં NRI ભારતીય મહિલા ચોરી કરતાં પકડાઈ…? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False