તાજેતરમાં સોશિયલ મીડિયા પર મહારાષ્ટ્રના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, તાજેતરમાં મહારાષટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં નથી આવ્યુ પરંતુ વર્ષ 2019 માં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું એ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

દેશ ભકત નાગરિક નામના ફેસબુક યુઝર દ્વારા 20 સપ્ટેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું છે કે, મણીપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની જરૂર હતી અને લગાવી દીધી મહારાષ્ટ્રમાં...🙄 પોસ્ટમાં મૂકવામાં આવેલા લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને ક્યાંય પણ તાજેતરમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હોય એવી કોઈ જ માહિતી કે સમાચાર પ્રાપ્ત થયા ન હતા.

ત્યાર બાદ અમે અમારી તપાસ આગળ વધારતાં અમને 2019 માં ABP દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 2019ની ચૂંટણી પછી ભાજપ બહુમતી સાબિત કરવામાં નિષ્ફળ રહી, પરિણામે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. "શિવસેનાએ ઈચ્છા દર્શાવી હતી પરંતુ ક્ષમતા સાબિત કરી શકી ન હતી અને વિસ્તરણ માટે કહ્યું હતું, કોંગ્રેસે સમયસર જવાબ આપ્યો ન હતો જ્યારે એનસીપીએ કહ્યું હતું કે, તેઓ જરૂરી સંખ્યા મેળવવા માટે કોંગ્રેસ સાથે વાટાઘાટો શરૂ કરી રહ્યા છે." રાજ્યપાલ દ્વારા એનસીપીને 24 કલાકનો સમય આપવા છતાં કંઈ નિરાકણ ન આવતાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું અને આ બધા વચ્ચે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

2019માં પ્રસારિત થયેલા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં નિષ્ફળ ગયા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું હતું. આ ત્યારે થયું જ્યારે રાજ્યપાલે કહ્યું કે, રાજ્યમાં કોઈપણ રાજકીય પક્ષ સ્થિર સરકાર બનાવવાની સ્થિતિમાં નથી. રાષ્ટ્રપતિને સોંપવામાં આવેલા તેમના અહેવાલમાં, તેમણે ગઠબંધન સરકાર બનાવવાના તેમના અસફળ પ્રયાસોને ટાંક્યા હતા.

આ બધા સિવાય અમે અન્ય એક એબીપી ન્યૂઝના વાયરલ વીડિયોમાં એવું પણ સાંભળ્યું છે કે, રાજ્યપાલના નામનો ઉલ્લેખ ભગતસિંહ કોશ્યારી તરીકે કરવામાં આવ્યો છે. વધુ તપાસમાં અમને જાણવા મળ્યું કે, મહારાષ્ટ્રના વર્તમાન રાજ્યપાલ રમેશ વ્યાસ છે જેમણે ફેબ્રુઆરી, 2023 માં રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા.

ઉપરોક્ત તથ્યો પરથી એ સ્પષ્ટ થાય છે કે, મહારાષ્ટ્રમાં જ્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે ત્યાં વર્તમાન પરિસ્થિતિ તરીકે એક જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે.

અમારી વધુ તપાસમાં અમને ધ હિંદુ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ મહારાષ્ટ્રમાં છેલ્લે વર્ષ 2019 માં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હોવાની માહિતી આપવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, તાજેતરમાં મહારાષટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં નથી આવ્યુ પરંતુ વર્ષ 2019 માં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું એ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ માહિતી સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

Avatar

Title:જાણો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હોવાની માહિતીનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False