Krish Narola નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “દમણ થી ચિકકાર દારૂ નાં નશા માં આવતા નબીરા ઑ એ સ્કુલ ની વિદ્યાર્થિની ઓને અડફેટે લીધી ક્યાં સુધી આવા નિર્દોષ નો જીવ લેવાછે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 15 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા અકસ્માતના સીસીટીવી દમણના છે.”

FACEBOOK | FB VIDEO ARCHIVE | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા સીસીટીવીનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને TV9 ગુજરાતીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ સીસીટીવી કેરળના અલપુલામાં બનેલી ઘટનાના છે. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ETV Andhra Pradesh દ્વારા પણ આ અકસ્માત અંગેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. દરમિયાન અમને the week નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પોલીસ દ્વારા આ અકસ્માત સર્જનાર ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી. જે અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

THE WEEK | ARCHIVEMANGALOREAN નામની વેબસાઈટ દ્વારા આ અકસ્માત અંગેના પ્રસારિત અહેવાલમાં અકસ્માત સર્જનાર કાર ચાલકનો ફોટો પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, “કાર ચાલકનું નામ આંનદ છે અને તેણે પોલીસ સામે સ્વિકાર્યુ પણ હતુ કે, જે સમયે અકસ્માત સર્જાયો તે સમયે તે આલ્કોહોલના નશામાં હતો.” જે તમે નીચે જોઈ શકો છો.

MANGALOREAN | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા અકસ્માતના સીસીટીવી દમણના નહિં પરંતુ કેરળના છે. લોકોને ભ્રામક કરવા ખોટી માહિતી શેર કરવામાં આવી રહી.

Avatar

Title:શું ખરેખર દમણમાં થયેલા અકસ્માતના સીસીટીવી છે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False